
નોઇડા: ગત મોડી રાત્રે નોઈડામાં એક નબીરાએ પુરપાટ વેગે BMW કાર ચલાવીને એક ગંભીર અકસ્માત સર્જ્યો હતો. સેક્ટર-20 માં કારે સ્કૂટરને ટક્કર મારતા પાંચ વર્ષની બાળકીનું મોત થયું છે અને બે લોકો ઘાયલ થયા છે, પોલીસે કાર ચાલક અને કારમાં સવાર એન્ય એક શખ્સની ધરપકડ કરી છે.
બીમાર બાળકીને પિતા હોસ્પિટલ લઇ જઈ રહ્યા હતાં:
અહેવાલ અનુસાર, નોઈડાના સેક્ટર 45ના રહેવાસી ગુલ મોહમ્મદની પાંચ વર્ષની દીકરી આયત ગઈકાલે રાત્રે બીમાર પડી હતી. ગુલ મોહમ્મદ તેના સાથે સાળા રાજા સાથે સ્કૂટર પર સવાર થઇને આયતને સેક્ટર 30 માં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થ હોસ્પિટલ તરફ લઇ જઈ રહ્યા હતા. પરંતુ BMW કાર કાળ બનીને આવી અને સ્કૂટરને જોરદાર ટક્કર મારી. આ સ્કાસ્માતમાં આયાતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે ગુલ મોહમ્મદ અને રાજા ગંભીર રીતે ઘાયલ થયા છે, બંને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે અકસ્માત સર્જનાર BMW કાર જપ્ત કરી લીધી અને બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. અહેવાલ મુજબ કાર ચાલક નોઇડા સેક્ટર 37નો રહેવાસી યશ શર્મા ચલાવી રહ્યો હતો અને સેક્ટર 70નો રેહવાસી અભિષેક રાવત તેની સાથે કારમાં સવાર હતો.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ઘટનામાં વિઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે કે ટક્કરને કારણે BMWનો આગળનો ભાગ કચડાઈ ગયો છે, જેનાથી અંદાજ આવી શકે છે કે કાર પૂરપાર વેગે દોડી રહી હશે.
અહેવાલ મુજબ બંને ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. પોલીસ આ અકસ્માતની વધુ તપાસ કરી રહી છે. આરોપીઓ નશાની હાલતમાં હતો કે નહીં એ જાણવા તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો…પુણે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, ટ્રકે 20 થી વધુ વાહનને ટક્કર મારી, 20 લોકો ઘાયલ