દિલ્હીમાં ફરી વિસ્ફોટનો અવાજ! લોકોમાં ગભરાટ

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી આજે સવારે ફરી એક વખત ધમાકાનો અવાજ સંભાળયો છે, જેના ફરી એક વખત દહેશતનો માહોલ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે 10 નવેમ્બરના થયેલા બ્લાસ્ટ બાદ ફરી ધમાકાનો અવાજ આવતા વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. સૂત્રોની માહિતી પ્રમાણે મહિપાલપુર વિસ્તારમાં રેડિસન હોટલ પાસે સવારે 09:18 વાગ્યે આ અવાજ સંભાળ્યો હતો.
બ્લાસ્ટ અવાજ આવતાની સાથે સ્થાનિકો દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટને કરવામાં આવી હતી. જો કે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે તપાસમાં જાણવા મળ્યુ કે DTC બસનું પાછળનું ટાયર ફાટી ગયા હતું, જેના કારણે ધમાકા જેવો અવાજ થયો. પોલીસને ઘટના સ્થળેથી કોઈ સંદિગ્ધ વસ્તુ કે વ્યક્તિ મળી નથી.
દિલ્હી પોલીસે વિસ્તારની ચકાસણી કરી અને પુષ્ટિ કરી કે કોઈ જોખમી પરિસ્થિતિ નથી. ગુરુગ્રામ જઈ રહેલા એક વ્યક્તિએ પોલીસને ફોન કરીને અવાજની જાણ કરી હતી. સ્થાનિક ચોકીદારે જણાવ્યું કે ધૌલા કુઆં તરફ જતી DTC બસનું ટાયર ફાટ્યું હતું. ત્રણ ફાયર બ્રિગેડની ટીમો હાજર રહી અને સ્થિતિ સામાન્ય હોવાનું જાહેર કર્યું.
10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. તે ઘટનામાં 12 લોકોનાં મોત થયાં હતાં અને અનેક ઘાયલ થયા હતા, જેમને લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ કેસ ફરીદાબાદ ટેરર મોડ્યુલ સાથે જોડાયેલો છે.
પોલીસે ફરીદાબાદથી કેટલાક સંદિગ્ધ આતંકીઓને પકડ્યા છે, જેમાંથી ડોક્ટર્સ પણ સામેલ છે. તેમની પાસેથી 2900 કિલો વિસ્ફોટક અને અનેક હથિયારો મળી આવ્યા હતા. જેના કારણે દિલ્હી સહિત દેશના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં વાહનોની કડક તપાસ કરવામાં આવી રહી છે.



