નેશનલ

ભાજપના વી.વી. રાજેશ તિરુવનંતપુરમના મેયર બન્યા! CPIMના ગઢમાં ગાબડું

તિરુવનંતપુરમ: ભારતીય જનતા પાર્ટીને કેરળમાં મોટી સફળતા હાથ લાગી છે. આજે શુક્રવારે બપોરે ભાજપના વી.વી. રાજેશએ કેરળની રાજધાની તિરુવનંતપુરમના મેયર તરીકે શપથ ગ્રહણ કર્યા, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-માર્ક્સીસ્ટ(CPI-M)ની મજબૂત પકડ ધરાવતા કેરળમાં આ પગપેસારો ભાજપ માટે મહત્વનો માનવામાં આવે છે.
શપથ ગ્રહણ કર્યા બાદ 45 વર્ષીય વી.વી. રાજેશે કહ્યું, “અમે સૌની સાથે મળીને આગળ વધીશું, તમામ 101 વોર્ડનો વિકાસ લાગુ કરવામાં આવશે, તિરુવનંતપુરમ એક વિકસિત શહેરમાં બનાવવામાં આવશે.”

નોંધનીય છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં યોજાયેલી તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 50 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો હતો.

અપક્ષ કાઉન્સિલરનો ટેકો:
આજે શુક્રવારે સવારે 100 સભ્યોવાળા ગૃહમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વી વી રાજેશને કુલ 51 મત મળ્યા હતા, CPIMના આરપી શિવાજીને 29 મત મળ્યા હતા, અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFના ઉમેદવાર કેએસ સબરીનાથનને કુલ 19 મત મળ્યા હતા. એક અપક્ષ કાઉન્સિલર એમ. રાધાકૃષ્ણનએ તેમને ટેકો આપ્યો, જ્યારે એક અપક્ષ કાઉન્સિલરે મતદાન ન કર્યું.

કેરળના રાજકરણમાં ઉલટફેર!
કેરળમાં આગામી છ મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે વીવી રાજેશનું રાજધાનીનું મેયર બનવું ભાજપ માટે ખુબજ મહત્વનું છે.

નોંધનીય છે કે વર્ષ 2016 માં થયેલી કેરળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી. 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપના સુરેશ ગોપી ત્રિશૂરથી જીત્યા હતાં. વી વી રાજેશની જીત કેરળના શહેરી રાજકારણમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે.

તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશન પર છેલ્લા 45 વર્ષથી CPIMનું સાશન હતું, આ તેના પર ભાજપે કબજો મેળવ્યો છે.

આપણ વાંચો:  બળાત્કારી કુલદીપ સેંગરના જામીન સામે દિલ્હી હાઈકોર્ટ બહાર વિરોધ પ્રદર્શન;

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button