BJPની મુશ્કેલી વધી, પવન સિંહ બાદ હવે બારાબંકીના આ ઉમેદવારે પણ ટિકિટ પાછી આપી, શું છે સમગ્ર મામલો?
લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. ભોજપુરી સુપર સ્ટાર પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યા બાદ થયેલા વિવાદ હજું શાંત થયો નથી ત્યાં ઉત્તર પ્રદેશના બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર સિંહ રાવતે તેમની ટિકિટ પાછી આપી દીધી છે. બિજેપીએ લોકસભા ચૂંટણી માટે જે 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી તેમાં ઉપેન્દ્ર સિંહનું નામ હતું.
શા માટે ઉમેદવારી પાછી ખેંચી?
બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર સિંહ રાવતનો કથિત અશ્લિલ વીડિયો વાયરલ થયા બાદ તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે ‘જ્યાં સુધી હું નિર્દોષ સાબિત ન થાઉઁ ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું.’ આ કથિત વીડિયો વાયરલ થયા બાદ સાંસદના પ્રતિનિધી દિનેશ ચંદ્ર રાવતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં તેમણે આ વીડિયોને એડિટેડ ગણાવ્યો છે અને આ મામલે પોલીસને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.
ઉપેન્દ્રસિંહે શું કહ્યું?
ભાજપના નેતા ઉપેન્દ્રસિંહ રાવતે એક નિવેદન આપ્યું છે કે “આ મારો વીડિયો નથી. આ એક ફેક વીડિયો છે, જે એઆઈ પધ્ધતી બનાવ્યો છે. તેમાં મારો ચહેરો લગાવવામાં આવ્યો છે. આવું મને બદનામ કરવા માટે કરવા માટે કરવામાં આવ્યું છે. અશ્લીલ વીડિયો દ્વારા મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે લોકોએ આવી ઘૃણાસ્પદ હરકત કરી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.”
2022નો છે અશ્લિલ વીડિયો
ઉલ્લેખનિય છે કે આ વાયરલ થયેલા અશ્લિલ વીડિયોમાં તારીખ પણ જોવા મળે છે. આ 5 મિનિટના વિડીયોમાં 31 જાન્યુઆરી 2022ની તારીખ નજરે પડે છે. વીડિયોનો સમય રાત્રીના 8 વાગ્યાનો છે. વાયરલ થયેલો બીજો વીડિયો પણ મે 2022નો છે, આ ઉપરાંત પણ અનેક વીડિયો વાયરલ થયા છે.