નેશનલ

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે, જુલાઈમાં થશે જાહેરાત…

નવી દિલ્હી: દરેક રાજકીય પક્ષમાં રાષ્ટ્રીય અધ્યક્ષની સાથોસાથ રાજ્યના પ્રદેશ અધ્યક્ષનું પદ મહત્ત્વ હોય છે. દેશના સૌથી મોટા પક્ષ ગણાતા ભાજપમાં હવે રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત રાજ્યના પ્રદેશ પ્રમુખોની નવી નિમણૂકનો સમય પાકી ગયો છે. જે પૈકી મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

કોણ બનશે મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ?
ભાજપ સંગઠન ચૂંટણીઓએ જોર પકડ્યું છે. મીડિયાના રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પ્રદેશ પ્રમુખોના નામની આગામી થોડા દિવસોમાં જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્ર ભાજપના નવા પ્રમુખનું નામ 1 જુલાઈએ જાહેર કરવામાં આવશે. મુંબઈમાં સાંજે 5 વાગ્યે મળેલી બેઠક બાદ નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઓફિસર) બનાવવામાં આવ્યા છે.

પ્રદેશ પ્રમુખની રેસમાં કોણ કોણ છે?
મધ્યપ્રદેશ ભાજપ પ્રમુખનું નામ 2 જુલાઈએ જાહેર કરવામાં આવશે. ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઓફિસર) ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી માટે 1 જુલાઈએ ભોપાલ પહોંચશે. કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સાંસદ દુર્ગાદાસ ઉઈકે, હેમંત ખંડેલવાલ, સુમેર સિંહ, ગજેન્દ્ર પટેલ, રામેશ્વર શર્મા સહિત ઘણા નામો પ્રદેશ પ્રમુખની રેસમાં છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ક્યારે યોજાશે?
હાલ મહારાષ્ટ્રમાં ચંદ્રશેખર બાવનકુળે તથા મધ્યપ્રદેશમાં વી.ડી. શર્મા પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળી રહ્યા છે. આ સિવાય ગુજરાતમાં પણ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકની વાત ચાલી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક પણ આગામી સમયમાં થવાની શક્યતાઓ રહેલી છે. વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ ગયા વર્ષે જાન્યુઆરીમાં જ સમાપ્ત થઈ ગયો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, તેમનો કાર્યકાળ 24 જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button