
ઇન્દોર: મધ્યપ્રદેશની ભાજપ સરકારના એક પ્રધાને કર્નલ સોફિયા કુરેશીને આતંકીઓની બહેન ગણાવતું વિવાદિત નિવેદન આપ્યું હતું. ભાજપ નેતા અને પ્રધાન વિજય શાહે વિવાદિત ટિપ્પણીને લઈને ભારે મુશ્કેલીમાં સપડાયાં હતાં. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે આ વિજય શાહે સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. જેથી ફરિયાદ નોંધાય બાદ પ્રધાન વિજય શાહે માફી માંગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિજય શાહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરીને સોફિયા કુરેશી અને આખા દેશની માફી માંગી છે.
ફરિયાદ નોંધાય બાદ પ્રધાન વિજય શાહે માંગી માફી
મધ્યપ્રદેશ ભાજપ સરકારમાં પ્રધાન વિજય શાહ સામે હાઈકોર્ટને આદેશ પ્રમાણે ઇન્દોરના મહુમાં આવેલા માનપુર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 150, 196 (1)(b) અને 197( 1)(c) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વિજય શાહે એક જાહેર સભામાં વિવાદિત ટિપ્પણી કરી હતી. એટલું જ નહીં પરંતુ સોફિયા કુરેશીને આતંકીઓની બહેન ગણાવી હતી. જોકે, એફઆઈઆર નોંધાયા બાદ વિજય શાહ માફી માંગી રહ્યાં છે.
બહેન સોફિયા અને દેશની માનનીય સેનાનો આદર કરું છુંઃ વિજય શાહ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, હું વિજય શાહ મારા તાજેતરના નિવેદનથી દરેક સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે, જેથી હું માફી પણ માંગુ છું. આપણા દેશની બહેન સોફિયા કુરેશીએ જાતિ અને સમાજથી ઉપર ઉઠીને પોતાનું રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવ્યું છે. હું હંમેશા બહેન સોફિયા અને દેશની માનનીય સેનાનો આદર કરું છું, અને આજે હું હાથ જોડીને બધાની માફી માંગુ છું.
વિજય શાહ ભાજપના વરિષ્ઠ નેતા છે, તેમ છતાં તેમણે આવું વિવાદિત નિવેદન આપ્યું? જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિજય શાહે વિવાદિત ટિપ્પણીથી માત્ર સોફિયા કુરેશી જ નહીં પરંતુ ભારતીય સેનાનું પણ અપમાન કર્યું હતું. એટલા માટે તેમની સામે એફઆઈઆર દાખલ કરવા માટે હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો….ભારે વિવાદ વચ્ચે પણ શરદ પવારે એ નિર્ણય ન લીધો હોત તો સોફિયા કુરેશી કે…