નેશનલ

મને ખરીદી શકે તેટલા પૈસા BJP પાસે નથીઃ જાણો કોણે કહ્યું આમ

સાઉથના સ્ટાર પ્રકાશ રાજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર વિરુદ્ધ હંમેશાં બોલતા હોય છે. આ મામલે તે ઘણીવાર વિવાદોમાં પણ સપડાય છે. આ બધા વચ્ચે ગુરુવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેતા પ્રકાશ રાજ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ પછી, અભિનેતાએ પોતે આ સમાચારને નકારી કાઢતા સ્પષ્ટતા કરી છે.

પ્રકાશ રાજે સોશિયલ મીડિયા સાઈટ X પર એક પોસ્ટ કરી કટાક્ષ કર્યો છે કે, મને લાગે છે કે તેમણે પ્રયાસ કર્યો હશે, પરંતુ તેમને સમજાઈ ગયું હશે કે મને ખરીદી શકે એટલા શ્રીમંત તેઓ નથી. તમે શું કહો છો મિત્રો…

આપણ વાંચો: તો આ કારણે વિલન પ્રકાશ રાજને પત્નીને ડિવોર્સ આપ્યા હતા….

59 વર્ષીય પ્રકાશ રાજે ‘ધ સ્કિન ડોક્ટર’ નામના યુઝરની પોસ્ટનો જવાબ આપ્યો હતો, જેમાં યુઝરે દાવો કર્યો હતો કે પ્રસિદ્ધ અભિનેતા પ્રકાશ રાજ આજે બપોરે 3 વાગ્યે ભાજપમાં જોડાશે. ગુરુવારે બપોરે 2.56 વાગ્યે થયેલી આ પોસ્ટ થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ હતી અને અભિનેતાની પ્રતિક્રિયા પહેલા તેને લગભગ દસ લાખ વખત જોવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અગાઉ, પ્રકાશ રાજે જાન્યુઆરીમાં દાવો કર્યો હતો કે ત્રણ રાજકીય પક્ષો તેમને 2024ની લોકસભા ચૂંટણીમાં સાથે લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પક્ષો તેમની વિચારધારાને કારણે નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીકાકાર હોવાના કારણે તેમની પાછળ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button