ભાજપે જાહેર કરી છઠ્ઠી યાદીઃ કેન્દ્રીય પ્રધાન સહિત રાજસ્થાનના બે સાંસદનું પત્તું કાપ્યું
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા લોકસભા ચૂંટણી અંગે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે, જ્યારે આ યાદીમાં ત્રણ સાંસદનું પત્તું કાપ્યું છે. રાજસ્થાનના દૌસાના સાંસદ જસકૌર મીણાનું પત્તું કાપીને કન્હૈયાલાલ મીણાને નવા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે બીજી બાજુ મણિપુરથી દિગ્ગજ નેતાની ટિકિટ કાપી છે.
આજની છઠ્ઠી યાદી સાથે ભાજપ કુલ 405 ઉમેદવારના નામ જાહેર કરી ચૂક્યું છે. મણિપુરમાં સૌથી મોટો ફેરફાર કરતા ત્રણ સાંસદની ટિકિટ કાપવામાં આવી છે. ઉપદ્રવીઓએ જે સાંસદનું ઘર બાળ્યું હતું તેની પણ ટિકિટ પાર્ટીએ કાપી છે, જ્યારે તેમના સ્થાને નવા ચહેરાને તક આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: લોકસભાની ચૂંટણી માટે ભાજપે પાંચમી યાદી જાહેર કરી
મણિપુરના ઈનર સેક્ટર થૌનાઓજમથી વસંત કુમાર સિંહને ટિકિટ આપી છે, જ્યારે ઈનર મણિપુરમાંથી સીટિંગ સાંસદને હટાવી દેવામાં આવ્યા છે. કેન્દ્રના રાજ્ય કક્ષાના (વિદેશ મંત્રાલય) રાજકુમાર રંજન સિંહને ટિકિટ આપી નથી, જ્યારે તેમના સ્થાને વસંત કુમારને ટિકિટ મળી છે.
ઉપરાંત, લોકસભા ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષ દ્વારા તેમના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી રહી છે. રાજસ્થાનમાં થોડા સમય પહેલા કૉંગ્રેસ દ્વારા દૌસાથી મુરારી લાલ મીણા અને કરૌલી ધોલપુરથી ભજનલાલ જાટવને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપે પ્રદેશની 25 લોકસભા સીટમાંથી 24 સીટ પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
2019ની ચૂંટણીમાં મણિપુરના ઇનરથી રાજકુમાર રંજન સિંહ ચૂંટાઈને આવ્યા હતા અને તે બાદ તેમને કેન્દ્રિય પ્રધાનનું પદ આપવામાં આવ્યું હતું, પણ 2024ની ચૂંટણીમાં રાજકુમાર રંજન સિંહને બદતે ટી બસંત કુમાર સિંહને ઉમેદવારી આપવાનો નિર્ણય ભાજપે લીધો છે.
આપણ વાંચો: લોકસભા સંગ્રામઃ પહેલી યાદી પછી આસામ માટે ભાજપે ફરી શા માટે જાહેર કરી બીજી યાદી?
ચૂંટણીમાં 400 પરના લક્ષ્યાંકને મેળવવા માટે ભાજપ દ્વારા મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી રહ્યું છે. આજે જાહેર કરવામાં આવેલી ત્રીજી યાદીમાં કરૌલી ધોલપુરથી ઇન્દુ દેવી જાટવને ટિકિટ આપવામાં આવી છે તેમ જ રાજસ્થાનના સાતમાંથી ત્રણ ઉમેદવાર મહિલા જ છે. ભાજપે રાજસ્થાનના ગંગાનગરથી પ્રિયંકા બાલન, જયપુરથી મંજુ શર્મા અને રાજસમંદથી મહિમા વિશ્વેશ્વર સિંહને ટિકિટ આપી છે.
અહીં એ જણાવવાનું કે બે દિવસ પહેલા ભાજપે જાહેર કરેલી પાંચમી યાદીમાં વિદેશ રાજ્ય કક્ષાના પ્રધાન જનરલ વીકે સિંહ, કેન્દ્રીય પ્રધાન અશ્વિની કુમાર ચૌબે, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર હેગડે અને વરુણ ગાંધીની ટિકિટ કાપી હતી.