ભાજપના સાથી પક્ષોઓએ બોલાવેલી બેઠકમાં જેપી નડ્ડા ગેરહાજર! ચર્ચાનો દોર શરૂ…

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ એક પછાત વર્ગની સાથી પાર્ટીઓની દિલ્હીમાં એક સભા બોલાવી હતી. આ બેઠકે સત્તા પક્ષ ભાજપ સાથે સાથે વિપક્ષી પાર્ટીઓનું પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ બેઠકમાં જાટ, રાજભર, નિષાદ અને પટેલ સહિત ઓબીસી સમુદાયના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા.
આ બેઠક દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં મળી હતી. પરંતુ ચર્ચાનો વિષય એ છે કે, આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જોવા મળ્યાં નહોતા! જેથી આ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જેપી નડ્ડા સાથે પાર્ટીને અનેક વરિષ્ઠ નેતાઓને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કોઈ આવ્યું નહોતું.
આ બેઠકે સત્તા પક્ષ સાથે વિપક્ષી પાર્ટીઓનું પણ ધ્યાન કેન્દ્રીત કર્યું
આ સમગ્ર બેઠક મામલે અત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ ભાજપાના અન્ય વરિષ્ઠ નેતાઓ કેમ હાજર ના રહ્યાં તે પણ એક સવાલ છે.
જો કે, આ મામલે નિષાદ પાર્ટીના એક વરિષ્ટ નેતાઓએ કહ્યું કે, સીએમ યોગી આદિત્યનાથ લખનઉ અને ગોરખપુરમાં હંમેશા અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. જો કે, આ બેઠક બાબતો કોઈ સત્તા પક્ષ સામે પ્રત્યક્ષ રીતે નારાજ થયું હોય તેવું લાગતું નથી.
નિષાદ પાર્ટી પોતાના અધિકારો અને હકો સાથે કોઈ કરાર નહીં કરે!
નિષાદ પાર્ટીએ એવું પણ કહ્યું છે કે, અમારી દરેક માંગો સામે અમે અડગ રહેવાના છીએ. નિષાદ સમૂદાય કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના અધિકારો અને હકો સાથે કોઈ કરાર નહીં કરે. વધુમાં પાર્ટીના એક નેતાએ કહ્યું કે, જો અમારી પાર્ટીના લોકો દિલ્હી જઈ શકે છે તો લખનઉમાં પણ વિધાનસભા સામે આંદોલન પણ કરી શકે છે.
આ બેઠક ઉત્તર પ્રદેશ બીજેપી દ્વારા બોલવાવામાં આવી હતી. આ સભામાં જેપી નડ્ડાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ હાજર રહ્યાં નહોતા. જેથી આ લોકોમાં ક્યાંકને ક્યાંક નિરાષા પણ વ્યાપી શકે છે.
આરએલડીના રાષ્ટ્રીય મહાસચિવે બેઠક અંગે શું કહ્યું?
આ બેઠક અંગે વાત કરતા આરએલડીના રાષ્ટ્રીય મહાસચિવ અનિલ દુબેએ કહ્યું હતું કે, તેઓ બધા એનડીએના સાથી પક્ષો છે. તે લોકોને જ્યારે નિષાદ પાર્ટી તરફથી આમંત્રણ મળ્યું ત્યારે બધા સાથે મળીને બેઠકમાં આવ્યાં હતા. ભાજપ નેતૃત્વ ભલે તેમાં હાજરી આપી શક્યું ન હોય, પરંતુ સત્ય એ છે કે આપણી એકતા એનડીએ ગઠબંધનને મજબૂત બનાવશે. વધુમાં કહ્યું કે, એનડીએમાં સામેલ દરેક પાર્ટીનું લક્ષ એકસમાન જ છે.
આ પણ વાંચો…દિલ્લીનાં CMના હુમલાખોરનો ગોપાલ ઈટાલિયા સાથેનો ફેક ફોટો મૂકી ભાજપના નેતા ફસાયા