નહેરુએ ‘વોટબેન્ક’ માટે ‘વંદે માતરમ્’ ગીત ટૂંકાવ્યું: ભાજપના કોંગ્રેસ પર ગંભીર આરોપો

નવી દિલ્હી: આજે ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‘ની 150મી જન્મજયંતિ છે. આ ગીત દ્વારા આઝાદી પૂર્વે સ્વતંત્રતા સેનાનીઓમાં ક્રાંતિની જ્વાળા ભભૂકી હતી. જોકે, હાલ જે ‘વંદે માતરમ્’ ગીતનું ગાન કરવામાં આવે છે, તેમાં માત્ર એક જ શ્લોક ગવાય છે. જેને લઈને ભાજપે જવાહરલાલ નહેરુ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપે જવાહરલાલ નહેરુ પર કેવા આરોપ લગાવ્યા છે, આવો જાણીએ.
‘વંદે માતરમ્’ને નેતાજીનું સમર્થન, નેહરુનો વિરોધ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સીઆર કેશવને દાવો કર્યો છે કે 1937માં નેહરુના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે જાણીજોઈને રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ને ટૂંકું કર્યું હતું, જેથી ચોક્કસ સમુદાયોને ખુશ કરી શકાય.
આપણ વાચો: Explainer: ‘વંદે માતરમ્’@150: આઝાદીની ચળવળમાં આ ગીત કેવી રીતે બન્યું ક્રાંતિકારીઓનું પ્રેરણાસ્ત્રોત?
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સીઆર કેશવને એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “આપણી નવી પેઢીએ જાણવું જોઈએ કે તેના સાંપ્રદાયિક રાજકારણને કારણે, નેહરુના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસે પોતાના 1937ના ફૈઝપુર અધિવેશનમાં ‘વંદે માતરમ્ ફક્ત પહેલા બે શ્લોકો અપનાવ્યા હતા. આ ગીતમાં દેવી દુર્ગાની પ્રશંસા કરતા શ્લોકોને હટાવવામાં આવ્યા હતા.”
કેશવને આગળ લખ્યું કે અંગ્રેજોએ આ ગીતના ગાનને ગુનો બનાવ્યું હતું. જ્યારે નહેરુના નેતૃત્વ હેઠળ દેવી દુર્ગા સંબંધિત શ્લોકો ધાર્મિક આધાર પર દૂર કરીને “પરંતુ કોંગ્રેસે એક ઐતિહાસિક ગુનો કર્યો.”
સીઆર કેશવને 20 ઓક્ટોબર, 1937ના નેતાજી સુભાષ ચંદ્ર બોઝને લખેલો નહેરુનો પત્ર પણ શેર કર્યો છે. આ પત્રમાં નેહરુએ લખ્યું હતું કે, ‘વંદે માતરમ્’ની પૃષ્ઠભૂમિ મુસ્લિમોને નારાજ કરી શકે છે અને સાંપ્રદાયિક તત્વો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે.
કેશવનનો દાવો કર્યો કે, નહેરુએ 1 સપ્ટેમ્બર, 1937ના પત્રમાં એવું પણ કહ્યું હતું કે, વંદે માતરમને દેવી સાથે જોડવું વાહિયાત છે અને તે રાષ્ટ્રીય ગીત માટે યોગ્ય નથી. જ્યારે નેતાજી સમગ્ર ગીત અપનાવવાના પક્ષમાં હતા.
આપણ વાચો: વંદે માતરમ્ ગીતના 150 વર્ષ: ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે
ભાજપના રાહુલ ગાંધી પર પ્રહાર
કેશવને આ મુદ્દે રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યા: “જો નહેરુએ 1937માં દેવી દુર્ગાનું નામ દૂર કર્યું હતું, તો માર્ચ 2024માં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં શક્તિ નામનો શબ્દ છે, અને આપણે શક્તિ સામે લડી રહ્યા છીએ. આજે રાહુલમાં નહેરુની હિન્દુ વિરોધી વિચારસરણી સ્પષ્ટપણે દેખાય છે. તેમણે તાજેતરમાં છઠ પૂજાને ‘નાટક’ કહીને રાહુલ ગાંધીએ લાખો ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.”
ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ હંમેશાં સાંપ્રદાયિક વોટબેંકની રાજનીતિ કરતી આવી છે, જ્યારે મોદી સરકાર દેશના સહિયારા વારસાને સંપૂર્ણ માન આપી રહી છે, જે મૂળ ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠની ઉજવણી દ્વારા સ્પષ્ટ થાય છે.



