
બીજાપુરઃ નક્સલવાદને ખતમ કરવા માટે ભારત સરકાર ઘણાં વર્ષોથી પ્રયત્નો કરી રહી છે. છત્તીસગઢમાં નક્સલવાદીઓને ખતમ કરવા અને રાજ્યને નક્સલોથી મુક્ત કરાવવા માટે સરકાર અને સેના લગાતાર પ્રયત્નો કરી રહી છે. ક્યાંક નક્સલો સામે ગોળીબારથી રહ્યો છે, તો ક્યાંક નક્સલીઓ આત્મસમર્પણ પણ કરી રહ્યાં છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં કાલે 22 નક્સલીઓ આત્મસમર્પણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પહેલા સેનાએ 26 નક્સલીઓને ઠાર કર્યાં હતાં.
આ પણ વાંચો…ભાજપના સાંસદ Sakshi Maharaj એ હિન્દુઓને વસ્તી વધારવાની અપીલ કરી, કહી આ વાત
આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને સરકાર આપશે આવી સુવિધા
છત્તીસગઢના વિકાસ સામે નક્સલવાદ ખૂબ મોટો પ્રશ્ન છે, સરકાર લગાતાર તેને ખતમ કરવા માટે પ્રયત્નો કરી રહી છે. આના માટે કેટલીક યોજનાઓ પણ બનાવી છે. 22 જેટલા નક્સલીઓ આત્મસમર્પણ કર્યું છે, આ મામલે વિગતો આપતા પોલીસ અધિકારીએ કહ્યું કે, પાંડુ કુંજમ, અયાતુ પુનેમ, કોસી તમો, લિંગેસ પદમ અને સોના કુંજમ પર બે-બે લાખનું ઇનામ રાખવામાં આવ્યું હતું. આ નક્સલીઓને ઝડપી પાડવા માટે સરકારે ઈનામની પણ જાહેરાત કરી હતી. રૂરામ માડવી પર સરકારે એક લાખનું ઈનામ રાખ્યું હતું. છત્તીસગઢ સરકારે છત્તીસગઢ નક્સલવાદી આત્મસમર્પણ/પીડિત રાહત અને પુનર્વાસ નીતિ-2025ને મંજૂરી આપી દીધી છે. આ યોજના પ્રમાણે આત્મસમર્પણ કરવા વાળા માઓવાદીઓને આર્થિક સહાય, પુનર્વાસ, શિક્ષા અને રોજગાર સાથે સુરક્ષા પણ આપવામાં આવશે.
નક્સલવાદીઓ અલગ અલગ સંગઠનોમાં સામેલ હતા
પોલીસે અધિકારીએ આપેલી વિગતો પ્રમાણે ‘અયાતુ પુનેમ પ્રતિબંધિત માઓવાદી સંગઠનના આંધ્ર-ઓડિશા-બોર્ડર (AOB) વિભાગ હેઠળ પ્લાટૂન નંબર 1 ના સભ્ય તરીકે સક્રિય હતો, જ્યારે કોસી તમો પ્લાટૂન નંબર 10 ના પક્ષનો સભ્ય હતા. સોના નક્સલ સંગઠનની તેલંગાણા રાજ્ય સમિતિ હેઠળની પ્લાટૂન પાર્ટીનો સભ્ય હતો. માડવી જનતા સરકારના વડા હતી. જ્યારે લખમા કડાટી દંડકારણ્ય આદિવાસી કિસાન મજદૂર સંગઠન (KAMS) નો પ્રમુખ હતો. અન્ય નીચલા સ્તરના સભ્યો હતા.
આ પણ વાંચો…છત્તીસગઢ અને ઝારખંડમાં નકસલી પ્રવૃત્તિઓ વધતા સુરક્ષા દળોને એલર્ટ કર્યાં
2025 માં બીજાપુરના 107 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું
પોલીસે આપેલા આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો, 2025 માં અત્યારે સુધીમાં બીજાપુરમાં 107 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જ્યારે અન્ય 82 જેટલા નક્સલીઓને ઠાર મારવામાં આવેલા છે. આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 143 નક્સલીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આખા છત્તીસગઢની વાત કરવામાં આવે તો, 2025 માં 90 થી વધારે નક્સલવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, જ્યારે 164 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે.