રાહુલ ગાંધીને જવાબ મળશે કે ચૂંટણીની તારીખો જાહેર થશે? ચૂંટણી પંચે કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી...
ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધીને જવાબ મળશે કે ચૂંટણીની તારીખો જાહેર થશે? ચૂંટણી પંચે કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી…

નવી દિલ્લીઃ ભારતીય ચૂંટણીપંચે કાલે બપોરે 3 વાગ્યે મોટી પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ પ્રેસ કોન્ફરન્સ શા માટે બોલાવવામાં આવી છે તેના વિશે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. જોકે, બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને આ કોઈ અપડેટ આપવાની હોઈ શકે છે.

ભારતીય ચૂંટણી પંચે કાલે દિલ્લીમાં રાયસીના રોડ પર આવેલા રાષ્ટ્રીય મીડિયા કેન્દ્ર ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. ચર્ચાઓ એવી પણ છે કે, આવતી કાલે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીએ જે આરોપ લગાવ્યા છે તે મામણે ચૂંટણી પંચ જવાબ પણ આવી શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.

શું ચૂંટણી પંચ વોટ ચોરી મામલે જવાબ આપશે?
મહત્વની વાત એ પણ છે કે, બિહારમાં 25 જૂન 2025ના રોજ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ થયું હતું, જેનો પ્રથમ તબક્કો 8 જુલાઈ 2025 ના રોજ પૂર્ણ થયો હતો. પરંતુ તેને લઈને વિવાદ શરૂ થયો છે. આ દરમિયાન બિહારમાં વિપક્ષે અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ આ મામલે સવાલ કર્યં હતાં.

બિહારનો આ વિવાદ હવે છેક દિલ્લી સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ હવે વોટ ચોરી મામલે ભારતીય જનતા પાર્ટી પર પણ સવાલો કર્યાં છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર મામલે વિગતો આપી અને બીજેપી પર વોટ ચોરીને આરોપ લગાવ્યો હતો.

સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં ચૂંટણીની તારિખો જાહેર થશેઃ સૂત્રો
આ સમગ્ર વિવાદની વચ્ચે આવતી કાલે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025ની તારીખો જાહેર કરી શકે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આગામી સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.

બિહારમાં ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે.કાલની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચે કઈ બાબતે બોલાવી છે તે મામલે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. જોકે, સોશિયલ મીડિયામં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચો…‘મત ચોરી’ના આરોપોને બદલે ‘પુરાવા’ આપોઃ ચૂંટણી પંચે રાહુલ ગાંધી પર તાક્યું નિશાન…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button