નેશનલ

બિહારમાં થર્ડ ફ્રન્ટને જાકારોઃ મધુબનીની 10 બેઠક પર 80 ટકા ઉમેદવાર ડિપોઝિટ પણ બચાવી શક્યાં નહીં…

પટણાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ, જેમાં એનડીએ એ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. સામે વિપક્ષી પાર્ટી કઈ ખાસ કમાલ કરી શકી નથી. વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં મધુબની જિલ્લાની 10 બેઠક પર કુલ મળીને 100 જેટલા ઉમેદવારએ ચૂંટણી લડી હતી. ચોંકાવનાવી વાત એ છે કે, તેમાંથી 80 ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત કરી લેવામાં આવી છે. બિહાર ચૂંટણીમાં એનડીએ અને મહાગઠબંધનની લડાઈમાં અન્ય પક્ષો પીસાઈ ગયાં હોય તેવું પરિણાણ આવ્યું છે. પરિણામનો અર્થ એ છે કે બિહારમાં ત્રીજું કોઈ ફેક્ટર કામ આવ્યું નથી. જોકે, મોટી વાત તો એ પણ છે કે, મહાગઠબંધનમાં રાહુલ ગાંધીનું ફેક્ટર પણ કામ આવ્યું નથી.

પ્રશાંત કિશોરની પાર્ટીએ બિહારમાં કેવું પ્રદર્શન કર્યું?

પરિણામને જોતા બિહારમાં ત્રીજા ફેક્ટરો પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીએ બિહારમાં ખૂબ પ્રચાર કર્યો હતો, લોકોમાં એક વિશ્વાસ પેદા કરાવ્યો હતો કે હવે બિહારના લોકો જન સુરાજની પાર્ટીને મત આપશે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે એનડીએ અને મહાગઠબંધનની લડાઈમાં જીતવાની વાત તો દૂર રહી, પરંતુ એક પણ ઉમેદવાર પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યો નથી. મતલબ કે, બિહારમાં જન સુરાજ પાર્ટીએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે.

ડિપોઝિટ પાછી લેવા માટે કેટલા મત જરૂરી હોય છે?

ચૂંટણીના નિયમો પ્રમાણે પોતાના ડિપોઝિટ પાછી લેવા માટે કુલ મતદાનના છઠ્ઠા ભાગના મતો મળવા જરૂરી છે, જો એટલા મતો પણ કોઈ ઉમેદવારને નથી મળતા તો તેની ડિપોઝિટ જપ્ત થઈ જતી હોય છે. બિહારમાં બંને ગઠબંધનના કારણે સ્વતંત્ર રીતે ચૂંટણી લડતી જન સુરાજ પાર્ટી લોકોનો વિશ્વાસ જીવી ડિપોઝિટ પાછી લઈ શકે એટલા માટે મત પણ મેળવી શકી નથી. હરલાખી બેઠક પર મોહમ્મદ શબ્બીર અપક્ષમાં ચૂંટણી લડી રહ્યાં હતાં. તેણે 22,041 મત મેળવ્યાં છતાં પણ તેમની ડિપોઝિટ બચી નથી. ગઠબંધનની પાર્ટી સિવાય માત્ર 4 ઉમેદવારને જ 10,000 મત મળ્યાં હતાં.

ક્યાંથી કેટલા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી?

બિહાર ચૂંટણીના પરિણામોની વાત કરવામાં આવે તો બિસ્ફીમાં આઠમાંથી 6 ઉમેદવારો, મધુબનીમાં નવમાંથી 7 ઉમેદવાર, રાજનગર વિધાનસભામાં સાતમાંથી 5 ઉમેદવાર, ઝાંઝરપુરમાં 13માંથી 11 ઉમેદવાર, ફુલપરસમાં દસમાંથી 8 ઉમેદવાર અને લૌકાહામાં 13માંથી 11 ઉમેદવારોએ તેમની ડિપોઝિટ ગુમાવી હતી. 2025ની વિધાનસભા ચૂંટણીમાં પરિમાણને જોતા બિહારમાં પોતાની સરકાર બનાવવા માંગતા પ્રશાંત કિશોરને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button