બિહાર વિધાનસભા સ્પેશિયલઃ 5 વર્ષમાં મહિલાઓની તુલનામાં ત્રણ ગણા પુરુષોની સંખ્યા વધી...
Top Newsનેશનલ

બિહાર વિધાનસભા સ્પેશિયલઃ 5 વર્ષમાં મહિલાઓની તુલનામાં ત્રણ ગણા પુરુષોની સંખ્યા વધી…

નવી સરકારના ભાગ્યવિધાતા 7.41 કરોડ મતદાર: 2020ની ચૂંટણી પછી રાજકારણમાં કેટલી ઉથલપાથલ?

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણી 6 અને 11 નવેમ્બરમાં યોજવામાં આવશે, જ્યારે 14મી નવેમ્બરના પરિણામો જાહેર કરવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે, જ્યાં 7.4 કરોડ મતદાર રજિસ્ટર્ડ વોટર્સ છે, જેમાંથી પુરુષની તુલનામાં મહિલા મતદારની સંખ્યા ઓછી છે. ચાલો જાણીએ બિહાર વિધાનસભાની ચૂંટણી અને અગાઉના પરિણામોના રસપ્રદ તારણો. બિહારની કુલ 243 બેઠક પર કુલ મળીને 7,41,92,357 મતદાર નવી સરકારનું ભવિષ્ય નક્કી કરશે. એસઆઈઆર પછી રાજ્યમાં મતદારોની સંખ્યામાં 41 લાખનો ઘટાડો થયો છે, જ્યારે 2020ની વિધાનસભાની ચૂંટણીના તુલનામાં આ વખત પાંચ લાખથી વધુ નવા મતદાર મતદાન કરશે.

એસઆઈઆર પછી વોટિંગ લિસ્ટમાં ફેરફાર
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો બિહાર ચૂંટણી દ્વારા ગહન તપાસ એસઆઈઆર મારફત કરવામાં આવ્યું હતું, જેમાં નવી રીતે બિહારમાં મતદારોની ગણતરી કરવામાં આવી હતી, જે પ્રક્રિયા જૂનથી શરુ કરવામાં આવી હતી, જ્યારે લાસ્ટ લિસ્ટ 30 સપ્ટેમ્બરના પંચે તેની વેબસાઈટ પર જારી કરી હતી. 30 સપ્ટેમ્બર 2025ની યાદી અનુસાર બિહારમાં કુલ 7.41 કરોડ મતદાર રજિસ્ટર્ડ છે. 2020માં તેની સંખ્યા 7.36 કરોડ હતી, જે 2020ની તુલનામાં આ વખતની ચૂંટણીમાં 5.44 લાખ મતદારની સંખ્યામાં વધારો થયો છે. જોકે, એસઆઈઆર પછી રાજ્યમાં રજિસ્ટર્ડ વોટરની સંખ્યામાં 47,77,487 ઘટી છે.

આ વખત મહિલા-પુરુષ કેટલા વોટર્સ?
2025 વિધાનસભાની ચૂંટણીમાં 3,92,07,804 પુરુષ મતદાર મતદાન કરવા પાત્ર છે. 2020માં 3,87,89,388 હતા. અગાઉની ચૂંટણીની તુલનામાં પુરુષ મતદારની સંખ્યામાં 4.18 લાખનો વધારો થયો છે. મહિલા મતદારની વાત કરીએ તો ચૂંટણીમાં કુલ 3.49 કરોડ મહિલા મતદાર છે, જ્યારે 2020માં તેની સંખ્યા 3.48 કરોડ હતી. એટલે 2020ની તુલનામાં મહિલા વોટરની સંખ્યામાં 1.27 લાખનો વધારો થયો છે. એના સિવાય ચૂંટણીમાં 1,725 અન્ય મતદાર વોટિંગ કરવા માટે રજિસ્ટર્ડ છે. 2020માં તેની સંખ્યા 2,457 હતી.

પાંચ વર્ષમાં કેટલી થઈ રાજકીય ઉથલપાથલ?
છેલ્લા પાંચ વર્ષમાં બિહારના રાજકારણમાં કેટલી ઉથલપાથલ થઈ એની વાત કરીએ. 28 ઓક્ટોબરથી સાતમી નવેમ્બરના મતદાન કરવામાં આવ્યું હતું, જ્યારે 10 નવેમ્બરના પરિણામ આવ્યા હતા. મુખ્ય મુકાબલો સત્તાધારી એનડીએ ગઠબંધન અને મહાગઠબંધનની વચ્ચે હતો. એ વખતે એનડીએમાં ભાજપ, જનતાદળ (યુનાઈટેડ) સહિત વીઆઈપી સીટ સમાવિષ્ટ હતી, જ્યારે મહાગઠબંધનમાં રાજદ, ડાબેરી અને કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ હતો.

243 વિધાનસભાની બેઠક પરથી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ને 125 બેઠક સાથે જીત મેળવી હતી, જેમાં ભાજપ મોટો ભાઈ રહ્યો હતો. 74 બેઠક ભાજપને પક્ષે રહી હતી, જ્યારે જનતા દળ (યુનાઈટેડ) 43 બેઠક મળી હતી. એના સિવાય વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી)ને ચાર બેઠક મળી હતી બીજી બાજુ મહાગઠબંધનને બિહારમાં 110 બેઠક મળી હતી, જેમાં સૌથી રાજદ (75) મળી હતી, કોંગ્રેસ 19, ડાબેરી (સીપીઆઈ-સીપીએમ, સીપીઆઈ-એમએલ)ને ફાળે 16 બેઠક મળી હતી. મહારાષ્ટ્રના માફક ભાજપને સૌથી વધુ બેઠક મળ્યા છતાં 43 સીટ મેળવાનારા જનતાદળના નીતીશ કુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા, જ્યારે કેબિનેટમાં ભાજપનો દબદબો રહ્યો હતો. પાર્ટીને જેડેયુ કરતા વધુ પ્રધાનપદ મળ્યા હતા, જ્યારે તેમના બે નાયબ મુખ્ય પ્રધાન હતા.

આ વખતની ચૂંટણીમાં 17 નવી પહેલની શરુઆત
ચૂંટણી પંચ દ્વારા આગામી બિહાર વિધાનસભા ચૂંટણીઓને સુચારું રીતે સંપન્ન કરાવવા માટે ૧૭ નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ આગામી ચૂંટણીઓમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે. ચૂંટણી નોંધણી અધિકારી(ઇઆરઓ) મતદાર યાદી તૈયાર કરવા માટે જવાબદાર હોય છે. બિહારમાં ૨૪૩ વિધાનસભા મતવિસ્તારોમાંથી દરેકમાં એક ઇઆરઓ હોય છે. તેમણે ૨૪૩ ઇઆરઓ અને ૯૦,૨૦૭ બીએલઓ સાથે મળીને લગભગ ૨૨ વર્ષ પછી મતદાર યાદી શુદ્ધ કરવાનું કાર્ય પૂર્ણ કર્યું છે.

મહેતનતાણું બમણું કરવામાં આવ્યું
નવી પહેલ હેઠળ બિહાર સહિત ભારતભરના ૭૦૦૦થી વધુ બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝર્સને નવી દિલ્હી સ્થિત આઇઆઇઆઇડીઇએમ ખાતે તાલીમ આપવામાં આવી હતી. સીઇસીએ એમ પણ જણાવ્યું કે બીએલઓ, બીએલઓ સુપરવાઇઝર્સ, મતદાન/મતગણતરી સ્ટાફ, સીએપીએફ, મોનિટરિંગ ટીમો અને માઇક્રો-નિરીક્ષકોનું મહેતનતાણું બમણું કરવામાં આવ્યું છે. પહેલીવાર ઇઆરઓ અને એઇઆરઓ માટે માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. નાસ્તાપાણીની વ્યવસ્થા પણ વધારવામાં આવી છે.

દરેક મતદાન મથક પર ૧૦૦ ટકા વેબકાસ્ટિંગ
ચૂંટણી પંચે એવો પણ નિર્ણય લીધો છે કે મતદારો તેમના મોબાઇલ ફોન જમા કરાવી શકે તે માટે મતદાન મથકોની બહાર કાઉન્ટર સ્થાપિત કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશ્નરે જણાવ્યું કે ચૂંટણી પંચ ભીડ ઓછી કરવા અને કતારો ટૂંકી કરવા માટે બહુમાળી રહેણાંક પરિસરો અને સોસાયટીઓમાં વધારાના મતદાન મથકોની વ્યવસ્થા કરશે.
તેમણે કહ્યું કે ચૂંટણી પંચે ઇવીએમ મતપત્રોને વધુ વાંચનીય બનાવવા માટે માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે તેમ જ પહેલીવાર ઇવીએમમાં ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ્સ હશે. બિહાર ચૂંટણી દરમિયાન દરેક મતદાન મથક પર ૧૦૦ ટકા વેબકાસ્ટિંગ થશે એમ તેમણે જણાવ્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button