કોણ હશે બિહારના આગામી મુખ્યમંત્રી? આ પાંચ નામોની થઈ રહી છે ચર્ચા…

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. એનડીએ એ 122 ની બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. બીજેપીને અને જેડીયુએ સારી એવી બેઠકો પર જીત મેળવી છે. પરંતુ હવે બિહારમાં મુખ્ય પ્રધાન કોણ બનશે? આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. એનડીએમાં બીજેપીએ સૌથી વધારે બેઠકો પર વિજય મેળવ્યો છે. જેના કારણે બીજેપીમાંથી કોઈ એક મુખ્ય પ્રધાન બનશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. જો કે સામે જેડીયુ બીજા નંબરે રહી છે. તો હવે બિહારમાં મુખ્ય પ્રધાનની ખુરશી કોને મળશે? ચાલો જોણીએ કોના નામ અત્યારે ચર્ચામાં છે.
સીએમ પદની ચર્ચાઓએ બિહારના રાજકારણમાં ગરમાવો લાવ્યો
ચૂંટણી પરિણામે મુખ્ય પ્રધાન પદની ચર્ચાઓ સાથે બિહારના રાજકારણ ગરમાવો લાવી દીધો છે. જોકે, ચૂંટણી પહેલા નીતિશ કુમારને એનડીએ સીએમના ચહેરા તરીકે જાહેર કર્યાં હતાં પરંતુ અત્યારે સ્થિતિ અલગ છે. જેના કારણે બીજા નામો પણ ચર્ચામાં આવ્યાં છે. નીતિશ કુમાર વર્તમાનમાં મુખ્ય પ્રધાન છે. ચૂંટણી પ્રચાર વખતે અમિત શાહ અને પીએમ મોદીએ એનડીએના ચહેતા તરીકે નીતિશનું નામ જાહેર કર્યું હતું. પરંતુ શું બીજેપી ફરી નીતિશ કુમારને ફરી બિહારના મુખ્ય પ્રધાન બનાવશે? તે એક પ્રશ્ન છે.
સમ્રાટ ચૌધરી NDAમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે
નીતિશ કુમાર સાથે સાથે વિજય કુમાર સિન્હાનું નામ પણ ચર્ચમાં આવ્યું છે. વિજય કુમાર વિધાનસભામાં અધ્યક્ષ પદ પણ સંભાળેલું છે. આજે લખીસરાય બેઠક પરથી તેઓ વિજય પણ થયા છે. જેથી લોકો વિજય કુમારને પણ મુખ્ય પ્રધાન પદના દાવેદાર માની રહ્યું છે. આ સાથે સમ્રાટ ચૌધરીને પણ બિહારના સીએમ બનાવવામાં આવશે તેવી ચર્ચા છે. સમ્રાટ ચૌધરી હાલમાં NDAમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ નીતિશ કુમારના વિકલ્પમાં સમ્રાટ ચૌધરી ઓબીસી નેતા બની શકે છે. ચૂંટણી પહેલા પણ સીએમ પદ માટે સમ્રાટ ચૌધરીના નામની ચર્ચા થઈ હતી.
રેણુ દેવી અને રામકૃપાલ યાદવનું નામ પણ લોકમુખે ચર્ચામાં
બીજા બે નામો પણ સીએમ પદની રેસમાં ચર્ચાઈ રહ્યાં છે. જેમાં એક નામ રેણુ દેવી અને બીજું નામ રામકૃપાલ યાદવનું છે. રેણુ દેવી આ પહેલા બિહારમાં નાયમ મુખ્યપ્રધાન રહી ચૂક્યાં છે. જેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, જેમ ભાજપે દિલ્હીમાં રેખા ગુપ્તાને મુખ્ય પ્રધાન બનાવ્યા, તેવી જ રીતે તે રેણુ દેવીને બિહારમાં મુખ્ય પ્રધાન બનાવવામાં આવી શકે છે. આ સાથે બિહારના લોકો સીએમ પદ માટે રામ કૃપાલ યાદવના નામની પણ ચર્ચા કરી રહ્યા છે. રામકૃપાલે દાનાપુર બેઠક પરથી જીત મેળવી છે. એટલું જ નહીં પરંતુ બિહારના રાજકારણમાં રામકૃપાલને લાંબો અનુભવ હોવાના કારણે તેમનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો…15 વર્ષ પછી ફરી ‘શક્તિશાળી’ નેતા બન્યા નીતીશ કુમાર: જાણો તેમના કમબેકના 5 મોટા કારણો



