
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ ચૂંટણીમાં એનડીએ સારી એવી જીત મળવી છે. જ્યારે સામે મહાગઠબંધનની ખૂબ જ ખરાબ હાર થઈ છે. મહાગઠબંધનની હાર બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા આવી છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને પોતાનું નિવેદન આપ્યું છે. આ પોસ્ટમાં બિહારના લોકોના વખાણ કરીને એનડીએ પર પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ એનડીએ પર ચૂંટણીમાં ગેરરીતિ દ્વારા ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો છે.
બિહારના લાખો મતદારોનો હું હૃદયપૂર્વક આભાર માર્યો
રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘બિહારના લાખો મતદારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે મહાગઠબંધનમાં વિશ્વાસ મૂક્યો. બિહારમાં આ પરિણામ ખરેખર આઘાતજનક છે. અમે એવી ચૂંટણી જીતવામાં નિષ્ફળ ગયા જે શરૂઆતથી જ ન્યાયી ન હતી. આ લડાઈ બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે છે. કોંગ્રેસ પાર્ટી અને ઈન્ડિયા એલાયન્સ આ પરિણામની ઊંડાણપૂર્વક સમીક્ષા કરશે અને લોકશાહીના રક્ષણ માટે તેમના પ્રયાસોને વધુ તીવ્ર બનાવશે’.
બિહારમાં એનડીએએ ભવ્ય જીત હાંસલ કરી
બિહારમાં ચૂંટણી જીત્યા બાદ ભાજપ અને જેડીયુએ ખૂશી વ્યક્ત કરી છે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ સત્તાવાર નિવેનદ આપીને બિહારના લોકોનો આભાર માન્યો હતો. અત્યારે બિહારમાં એનડીએએ ભવ્ય જીત હાંસલ કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કોંગ્રેસને બિહારમાં કઈ હાથ લાગ્યુ નથી એમ કહીએ તો પણ ચાલે. કારણ કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 6 બેઠકો જ મળી છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા બિહારમાં ખૂબ જ પ્રચાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ ચૂંટણી પંચ પર પણ આક્ષેપો કર્યાં હતા. તેમ છતાં પણ બિહારના લોકોએ કોંગ્રેસ પર વિશ્વાસ મુક્યો નથી.
આ પણ વાંચો…બેગુસરાયમાં કોંગ્રેસની સીટ ડૂબી, રાહુલ ગાંધીનો પ્રચાર એળે ગયો…



