મોદીના ‘હનુમાને’ બિહારમાં કરી કમાલઃ ચિરાગ પાસવાનની એલજેપીનું જબરદસ્ત પ્રદર્શન…

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)એ આ વખતે આશાઓ કરતા વધુ સારુ પ્રદર્શન કર્યું છે. પોતાના સ્વર્ગસ્થ પિતા રામવિલાસ પાસવાનના વારસા માટે લડાઈમાં અનેક આંચકો અને શરમનો સામનો કરનારા ચિરાગ પાસવાન માટે બિહાર ચૂંટણીનું પ્રદર્શન ન્યાય અપાવનારુ છે. પોતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હનુમાન’ જાહેર કરતા ભાજપ સાથે પોતાના નસીબને મજબૂતીથી જોડનારા ચિરાગ પાસવાન બિહારની રાજકીય ક્ષિતિજ પર સૌથી નવા સ્ટાર છે.
43 વર્ષની ઉંમરે રાજ્યને યુવા ચહેરાઓની શોધ છે એવામાં તેમની ઉંમર પણ તેમના પક્ષમાં છે. એનડીએને ભારે બહુમતી તરફ વધારનારા પક્ષમાં એલજેપી (આરવી) એક ફિનિશરની ભૂમિકામાં જોવા મળ્યો છે, જેને કારણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાના માફક અંતિમ ઓવરમાં શાનદાર પ્રદર્શન કરીને મેચને પોતાને નામે કરવાના માફક ચિરાગ પાસવાને પણ એનડીએ માટે સાનદાર પ્રદર્શન કર્યું છે.

રાજ્યના દિગ્ગજ દલિત નેતા પાસવાનના નિધનના પાંચ વર્ષ પછી અને તેના પછી લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)માં થયેલા વિભાજન છતાં ચિરાગ હવે તેમની એલજેપી (આરવી) પાર્ટીને અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શનની નજીક લઈ ગયા છે. 2024 લોકસભાની ચૂંટણીમાં પાંચ સીટ પરથી પાંચ સીટ જીતી હતી, ત્યારે તેને વડા પ્રધાન મોદીનો હનુમાન ગણાવ્યો હતો, તેનાથી 2025માં ચર્ચામાં આવ્યો હતો. અત્યારે 29માંથી 23 સીટ આગળ છે, જે પર્ફેક્ટ સ્ટ્રાઈક રેટ છે. મગધ, સીમાંચલ અને પાટલીપુત્ર વગેરે બેઠક પર શાનદાર પ્રદર્શન કર્યું છે અને પાંચ ટકાથી વધુ વોટ શેર હાંસલ કર્યો છે.
વાસ્તવમાં આ વખતે એનડીએએ એલજેપી (આરવી)ને 29 બેઠક આપવાના એનડીએના નિર્ણયથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પરિણામો સાથે ચિરાગે સાબિત કર્યું છે કે ભાજપ નેતૃત્વ તેમના પર વિશ્વાસ મૂકવામાં યોગ્ય હતું. જ્યારે રામવિલાસના રહેતા ચિરાગે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો પરંતુ નેતા માટે તે સરળ રહ્યું નથી. તેમના સ્વર્ગસ્થ પિતાના સત્તાવાર નિવાસસ્થાનમાંથી તેમને બળજબરીથી કાઢી મૂકવામાં આવ્યા હતા, જેને તેઓ એક સ્મારકમાં ફેરવવા માંગતા હતા. રાજકીય રીતે તેમને તેમના બે કાકાઓ તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો.
ભાજપે શરૂઆતમાં ઉત્તરાધિકારની લડાઈમાં તેમના કાકા પશુપતિ કુમાર પારસની તરફેણ કરી હતી, તેમને કેન્દ્રીય મંત્રી બનાવ્યા હતા અથવા જેડી(યુ) ના આગ્રહ પર તેમને 2020ની બિહાર વિધાનસભા ચૂંટણી ગઠબંધનમાં એનડીએમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. જોકે આરોપ એ છે કે ભાજપે આ જાણી જોઈને કર્યું હતું અને જેડી(યુ) ને નબળું કરવા માટે અનૌપચારિક રીતે એલજેપીને ટેકો આપ્યો હતો.

એલજેપીના વિભાજન પછી ભારતના ચૂંટણી પંચે રામવિલાસ દ્વારા આપવામાં આવેલ નામ અને તેના પ્રતિક પર રોક લગાવી દીધી જેના કારણે ચિરાગને તેમની પાર્ટી માટે એલજેપી (રામવિલાસ) નામ પસંદ કરવાની ફરજ પડી. પારસ જૂથે પોતાને રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી તરીકે ઓળખાવ્યું.
ચિરાગે ભાજપ પ્રત્યે વફાદારી જાહેર કરવામાં પોતાના કાર્ડ સારી રીતે રમ્યા, જ્યારે જરૂર પડ્યે ત્યારે ખાસ કરીને જ્યારે લઘુમતી મુદ્દાઓની વાત આવે ત્યારે તેની વિરુદ્ધ પણ આવ્યા. રાજ્યના વિકાસ માટે સ્પષ્ટ દ્રષ્ટિ ધરાવતા યુવા નેતાની છબી દર્શાવતા જે તેમના મનને જાણતા હતા.
આ પણ વાંચો…જેડીયુનો ચિરાગ પાસવાનને વળતો જવાબ, કહ્યું પહેલા આત્મનિરીક્ષણ કરવું જોઈએ



