નેશનલ

બિહારના ડેપ્યુટી CMની ‘પાઘડી’ પર સવાલ! નીતીશને હટાવવા પર લીધી હતી આવી પ્રતિજ્ઞા, હવે…

પટણા: નીતીશ કુમારને ખુરશી પરથી હટાવવાની કસમ લેનારા સમ્રાટ ચૌધરી હવે તેમના જુનિયર બની ગયા છે. એક જ ઝાટકે નીતિશ કુમારના ભાગીદાર બની ગયા. બિહારમાં સત્તામાં રહેલી RJD વિપક્ષમાં ગઈ અને વિપક્ષમાં રહેલી ભાજપ ફરી સત્તામાં આવી. હવે આ ઉથલપાથલને કારણે સમ્રાટ ચૌધરી મુશ્કેલીમાં છે.

બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરી જે હાલ બિહારના નાયબ પ્રધાન છે તેને નીતિશ કુમારને સત્તા પરથી હટાવ્યા પછી જ તેમની પાઘડી ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી. હવે તેઓ પોતે જ નીતિશ સાથે સત્તામાં આવ્યા છે અને તેના જુનિયર છે. તો પત્રકારોએ પૂછ્યું કે હવે મુરેઠા (પાઘડી) નું શું થશે? શપથ બાદ સમ્રાટ ચૌધરીએ હજુ સુધી પોતાની પાઘડી ઉતારી નથી.

આ પાઘડી વાળી કસમને લઈને ચૌધરીએ જવાબ આપ્યો કે, ભાજપા મારી બીજી માં છે. જ્યારે મારી માં જતી રહી હતી ત્યારે મે પાઘડી બાંધી હતી. હવે આજે જ્યારે બીજી માંના સન્માનમાં મારે અયોધ્યા જઈને મુંડન પણ કરવું પડે તો મને મંજૂર છે. અયોધ્યામાં પાઘડી ખોલશે અને શ્રીરામના ચરણોમાં મુંડન કરાવશે.

RJDના વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ પણ સમ્રાટ ચૌધરીને પાઘડી વાળી કસમને લઈને ટોણો માર્યો હતો કે, ‘સામ્રાટે કસમ લીધી હતી કે જ્યાં સુધી નીતીશને CM પદથી હટાવશે નહીં ત્યાં સુધી તે પાઘડી નહીં ઉતારે. લાગે છે તેને હજુ સુધી પણ પાઘડી પહેરી રાખી છે તો કદાચ તેનું આ પ્રણ ચાલુ જ હશે.’

આપને જણાવી દઈએ કે જ્યારે 2022માં નીતીશ કુમારે ભાજપનો સાથ છોડીને મહાગઠબંધનમાં સામેલ થયા હતા તે સમયે સમ્રાટ ચૌધરીએ કસમ ખાધી હતી. કે ‘જ્યાં સુધી તેઓ નીતીશ કુમારને CMની ખુરશી પરથી નીચે નહીં ઉતરે ત્યાં સુધી તેઓ પોતાની પાઘડી નહીં ઉતારે’.

આજે પત્રકારો સાથે વાત કરતાં ડેપ્યુટી સીએમએ કહ્યું કે બિહારમાં ડબલ એન્જિનની સરકાર વિકાસ માટે કામ કરશે. બિહારમાં મોટો બદલાવ આવ્યો છે. બિહારના દરેક કાર્યકર્તાને ભાજપના કેન્દ્રીય નેતૃત્વમાં વિશ્વાસ છે. RJDનો ઈરાદો જંગલ રાજને ગુંડા રાજમાં બદલવાનો હતો. જનાદેશ બિહારની શાંતિ માટે હતો. આપણે સુશાસન સ્થાપિત કરવું પડશે. આ સેવા કરવાનો અવસર છે, મેવા ખાવાનો અમારો ઉદેશ્ય નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning