બિહાર કોંગ્રેસે 43 નેતાને શો-કોઝ નોટિસ ફટકારી: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કડક કાર્યવાહી

પટણા: બિહાર વિધાનસભાની 2025ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નબળા પ્રદર્શન બાદ પક્ષે આંતરિક શિસ્ત જાળવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. કોંગ્રેસ પાર્ટીની શિસ્ત સમિતિએ ચૂંટણી પ્રચાર દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ અનેક નેતાઓને કારણદર્શક (શો-કોઝ) નોટિસ જારી કરી છે.
ચૂંટણી વખતે આ બધા નેતાએ મીડિયા સહતિ અન્ય જાહેર મંચ પરથી પાર્ટીના નિયમોથી અંતર રાખીને નિવેદન આપ્યા હતા, જેનાથી પાર્ટીની છબિ, પ્રતિષ્ઠા અને ચૂંટણી પ્રદર્શન પર વિપરીત અસર પડી હતી. પ્રદેશ કોંગ્રેસ અનુશાસન સમિતિના પ્રમુખ કપિલદેવ પ્રસાદ યાદવે કહ્યું હતું કે આ તમામ નેતાઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે 21મી નવેમ્બર 2025ના બપોરના 12 વાગ્યા સુધીમાં તેના સંબંધમાં લેખિત સ્પષ્ટીકરણ સમિતિ સમક્ષ આપવાનું રહેશે.
આપણ વાચો: બિહારની રાજનીતિના બે ‘સંજય’ : એકે અપાવી જીત બીજાએ અપાવી હાર…
6 પૂર્વ વિધાનસભ્યને પણ નોટિસ

રાજ્ય કોંગ્રેસ શિસ્ત સમિતિએ પાર્ટીના 43 સભ્ય સામે કારણદર્શક નોટિસ જાહેર કરી છે, જેમાં 5 પૂર્વ ધારાસભ્યો અને એક પૂર્વ વિધાન પરિષદના સભ્યનો પણ સમાવેશ થાય છે. આ સિવાય યાદીમાં પૂર્વ પ્રવક્તા, જિલ્લા પ્રમુખો, ઉપાધ્યક્ષ, પૂર્વ મહામંત્રીઓ તથા કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે.
શિસ્ત સમિતિએ તમામ સંબંધિત નેતાઓને તેમના લેખિત ખુલાસા રજૂ કરવા માટે 21 નવેમ્બર, 2025ના બપોરે 12 વાગ્યા સુધીની પોતાનું સ્પષ્ટીકરણ આપવાનું રહેશે.
આપણ વાચો: ઝારખંડમાં ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં આંતરિક કલહ શું પાર્ટીને ડુબાડશે?
રાજ્ય કોંગ્રેસ શિસ્ત સમિતિએ ભારપૂર્વક જણાવ્યું છે કે, પાર્ટીમાં શિસ્ત અને એકતા મહત્ત્વની છે. પાર્ટીને નુકસાન પહોંચાડતી કોઈ પણ કાર્યવાહીને ગંભીરતાથી લેવામાં આવશે.
જો નિર્ધારિત સમયમર્યાદામાં કારણદર્શક નોટિસનો સંતોષકારક જવાબ નહીં મળે તો શિસ્ત સમિતિ કડક કાર્યવાહી કરશે, જેમાં નેતાને કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી છ વર્ષ માટે સસપેન્ડ કરવાના પગલાનો પણ સમાવેશ થાય છે.
કૉંગ્રેસના મેન્ડેટના આધારે ભૂતકાળમાં ધારાસભ્ય તથા વિધાન પરિષદના સભ્ય બનનાર કુલ 6 નેતાઓ એવા છે. જેમની સામે કૉંગ્રેસ વિરોધી પ્રચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ નેતાઓ કૉણ છે. જેની યાદી નીચેના કોષ્ટકમાં આપવામાં આવી છે.



