બિહારમાં ચૂંટણી પહેલા શરૂ થયો પોસ્ટર વિવાદ, પટનામાં લાગ્યાં પ્રશાંત કિશોરના પોસ્ટર | મુંબઈ સમાચાર
નેશનલ

બિહારમાં ચૂંટણી પહેલા શરૂ થયો પોસ્ટર વિવાદ, પટનામાં લાગ્યાં પ્રશાંત કિશોરના પોસ્ટર

પટનાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકારણ ગરમાયું છે. દરેક પાર્ટીઓ જીતવા માટે પ્રચાર કરી રહી છે. પાર્ટીઓ દ્વારા લોકોને આકર્ષિત કરવા માટે વાયદાઓ પણ કરવામાં આવી રહ્યાં છે. વાયદાઓ વચ્ચે અત્યારે પટનામાં પોસ્ટર વોર શરૂ થયો છે. મહત્વની વાત એ છે કે, જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરના વિરોધમાં પટનામાં પોસ્ટરો લાગ્યાં છે. આ પોસ્ટરોમાં પ્રશાંત કિશોરનો વિરોધ કરવામાં આવતા લખાણો લખવામાં આવ્યાં છે.

પ્રશાંત કિશોરની પ્રેસ કોન્ફરન્સ પહેલા લાગ્યાં વિવાદિત પોસ્ટરો

પ્રશાંત કિશોરનો વિરોધ આ પોસ્ટર કઈ પાર્ટીના લોકોએ લગાવ્યાં તે પણ એક ચર્ચાનો વિષય છે. જો કે, પ્રશાંત કિશોરે પોતાના ભાષણોમાં લગાતાર એનડીએ નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં છે. તેવામાં પટનામાં રોગ પર પ્રશાંત કિશોરના વિવાદિત પોસ્ટરો લાગ્યાં છે. જેને લઈને જન સુરાજ પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ પોસ્ટરોમાં જમીન કૌભાંડ અને દારૂ કારોબાર સાથે જોડાયેલા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે.

પ્રશાંત કિશોર નામે શરૂ થયો પોસ્ટર વિવાદ

પટનામાં લાગેલા પોસ્ટરોમાં ‘ચારા ચોર સે ભી બડા ચોર પ્રશાંત કિશોર, જનતા સે ચંદા કે નામ પર ઠગા પૈસા 32 કરોડમાં ખરીદી જમીન’ અને ‘વિતરક જન શરાબ’ જેવા લખાણો લખવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં કોઈ પાર્ટીનું નામ લખવામાં આવ્યું નથી. પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જનતંત્ર મોર્ચો નામે આ પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. આ પોસ્ટરો તેવા સમયે લાગ્યાં છે, જ્યારે પ્રશાંત કિશોર બીજેપી અને જેડીયૂના નેતાઓને કરેલા ભ્રષ્ટાચારનો પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવાના છે. પ્રેસ કોન્ફરન્સ પહેલા આ પોસ્ટર વિવાદ શરૂ થયો છે.

આ પોસ્ટરો બાબતે પ્રશાંત કિશોરે નથી આપ્યું કોઈ નિવેદન

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ થયેલો આ પોસ્ટર વિવાદે રાજકારણ ગરમાવ્યું છે. દરેક પાર્ટીઓ એકબીજા પર વાક્ પ્રહાર કરીને પોતાની લાઈન મોટી કરવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. તેવામાં બિહારની જનતા કોના પર મહેરબાન થશે તે અંગે અત્યારે કોઈ ચોક્કસ ધારણા બાંધી શકાય તેમ નથી. જો કે, આ પોસ્ટરો બાબતે હજી પ્રશાંત કિશોર દ્વારા પણ સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે, આ પોસ્ટરો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.

આ પણ વાંચો…બિહાર ચૂંટણી: ઘૂસણખોરો પર PM મોદીનો પ્રહાર, જે ઘૂસણખોરો છે, તેમને બહાર જવું જ પડશે!

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button