જેલમાં બંધ બાહુબલી અનંત સિંહ મોકામા બેઠક પરથી જીતવા છતાં શું વિધાનસભામાં જઈ શકશે?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ સરકારે સારો માર્જિન મેળવ્યો છે, પરંતુ આ ચૂંટણીના પરિણામમાં કેટલીક બેઠકો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. બિહારના બાહુબલી નેતા અને જનતા દળ યુનાઇટેડના ઉમેદવાર અનંત સિંહની 29,700 મતોથી જીતી થઈ છે.
મહત્વની વાત એ છે કે દુલારચંદ યાદવની હત્યાના કેસમાં અનંત સિહની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે તેઓ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. તો શું હવે તેઓ વિધાનસભામાં જઈ શકશે? એટલું જ નહીં પરંતુ શપથગ્રહણમાં હાજર રહેશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.
આપણ વાચો: બિહારમાં બબાલઃ FIR કરી તો સરેન્ડર કર્યું, જેલમાં જતા અનંત સિંહે આપ્યું ચોંકાવનારું નિવેદન
હત્યા કેસમાં અનંત સિંહની ધરપકડ
વિધાનસભા ચૂંટણીમાં મોકામા બેઠક પરથી અનંત સિંહની જીત થઈ છે તો અનંત સિંહ શપથ લઈ શકશે કે નહીં અને વિધાનસભામાં પ્રવેશ કરી શકશે કે નહીં તે એક જટિલ કાનૂની અને રાજકીય પ્રશ્ન બની ગયો છે.
અનંત સિંહનો શપથગ્રહણ અને વિધાનસભામાં પ્રવેશ પણ કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે. કારણ કે, અનંત સિંહ વિરૂદ્ધ અનેક કેસ ચાલી રહ્યાં છે. એક હત્યા કેસમાં અનંત સિંહને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી.
આપણ વાચો: ચૂંટણી ટાણે બિહારમાં ગેંગવોરઃ ‘બાહુબલી’ અનંત સિંહ અને સોનુમોનુ આમનેસામને, રાજકારણ ગરમાયું
મોકામા બેઠકથી અનંત સિંહની જીત થઈ
આ પહેલની વાત કરવામાં આવે તો 2020માં અનંત સિંહને આરજેડીએ મોકામા બેઠક પરથી ટિકિટ આપી હતી, પરંતુ આર્મ્સ એક્ટ હેઠળ તેમના પર કેસ થયો અને તેમનું નામાંકન રદ્દ કરી દેવામાં આવ્યું હતું. જોકે, 2024માં પટના હાઈ કોર્ટે આર્મ્સ એક્ટમાં અનંત સિંહને છોડી દેવાનો આદેશ કર્યો હતો.
પરંતુ આ વખતે વિધાનસભા ચૂંટણી દરમિયાન દુલાર ચંદની હત્યાના કેસમાં અનંત સિંહની ધરપકડ કરી હતી. જોકે, પોલીસે હજુ સુધી આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી નથી. જ્યાં સુધી ચાર્જશીટ દાખલ નહીં થાય ત્યાં સુધી તેમના માટે જેલમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહેવાનું છે.
આપણ વાચો: એકસ્ટ્રા અફેર: અનંતસિંહની ધરપકડ, નીતીશ બાવાનાં બેઉ બગડ્યાં
પોલીસે હજી ચાર્જશીટ પણ દાખલ નથી કરી
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે કોર્ટે હત્યા જેવા ગુનામાં મોટા ભાગે જામીન નથી આપતી. જ્યારે આ કેસમાં તો હજી સુધી પોલીસ દ્વારા ચાર્જશીટ પણ દાખલ કરવામાં નથી આવી. જેના કારણે આ કેસમાં વિલંબ થઈ રહ્યો છે.
એવું બની શકે છે કે, તેમને પદના શપથ ગ્રહણ કરવાથી કોર્ટ દ્વારા રાહત મળી જાય, પરંતુ આ તેમના પરના આરોપો પર આધાર રાખે છે કે ચાર્જશીટમાં કેસની કઈ કલમો હેઠળ ઘડવામાં આવે છે? એઠલા માટે મોકામા વિધાનસભા બેઠક અત્યારે ચર્ચાનો વિષય બનેલી છે.
શું અનંત સિંહને શપથગ્રહણ પહેલા જામીન મળશે?
આ મામલે અનંત સિંહનું કહેવું એવું છે કે, જ્યારે દુલારચંદ યાદવની હત્યા થઈ ત્યારે તેઓ ત્યાં હાજર હતા જ નહીં, અને આ હત્યામાં તેમનો કોઈ હાથ પણ નથી.
હવે ચાર્જશીટ અને હાઈ કોર્ટના નિર્ણય પર નિર્ભર કરે છે કે અનંત સિંહને શપથગ્રહણ પહેલા જામીન મળશે કે કેમ? સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે અનંત સિંહ સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને ભારતીય શસ્ત્ર અધિનિયમ હેઠળના અનેક ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.



