નેશનલ

બિહાર ચૂંટણી: પહેલા તબક્કામાં 2020 કરતા વધુ મતદાન થયું, વિવિધ પક્ષોએ શું કહ્યું?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કામાં ભારે મતદાન થયું છે. બિહારમાં 18 જિલ્લાની કુલ 121 બેઠક મોટી સંખ્યામાં લોકોએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2020ની સરખાણીએ આ વર્ષે 2025માં 18 જિલ્લાઓમાં વધુ મતદાન થયું છે.

આ વર્ષે દરેક રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવ્યો હતો. બિહારના લોકોએ ગઈ કાલે 18 જિલ્લામાં જે મતદાન કર્યું છે તેની પ્રશંસા થઈ રહી છે. દરેક રાજકીય પક્ષોએ પણ દાવો કર્યો છે કે, આ વર્ષે મતદાનમાં વધારે થયો છે.

આપણ વાચો: બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ: અહીં થયું રેકોર્ડબ્રેક 64.66 ટકા મતદાન

દરેક પાર્ટીએ પોતાની જીતનો દાવો કર્યો છે

બિહારના વર્તમાન નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, પહેલા તબક્કાના મતદાન બાદ એનડીએ 121 બેઠકોમાંથી 100 બેઠક જીતશે. આ સાથે ચિરાગ પાસવાને પણ દાવો કર્યો છે કે, પહેલા ચરણમાં થયેલા બમ્પર મતદાન બાદ એ નક્કી થઈ ગયું છે કે એનડીએ સરકાર બનાવી રહી છે. પરંતુ હજી બીજા તબક્કાનું મતદાન બાકી છે. બાકીની બેઠકો પર કેટલુ મતદાન થયા છે તેના પરથી પણ જીત નક્કી થઈ શકે છે.

તેજસ્વી યાદવે પણ પોતાની જીતનો દાવો કર્યો

આ સાથે તેજસ્વી યાદવે પણ પહેલા તબક્કાના મતદાન પછી પોતાની જીતનો દાવો કર્યો છે. તેજસ્વી યાદવનું કહેવું છે કે, બમ્પર વોટિંગ બાદ મહાગઠબંધનની જીત પર મહોર લાગી ગઈ છે. પરંતુ સાચી હકીકત પરિણામના આંકડા જાહેર થયા બાદ જાણવા મળશે કે કોણ સરકાર બનાવી રહ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે પહેલા તબક્કાના મતદાન પછી બિહારમાં કોંગ્રેસ અને આરજેડીને કોઈ જગ્યા નહીં મળે. દરેક પાર્ટીના નેતાઓ પોતાની જીતનો દાવો કરી રહ્યાં છે. 2020ની વિધાનસભા ચૂંટણી કરતા પણ 2025ની વિધાનસભા ચૂંટણીમાં વધારે મતદાન થયું છે.

આપણ વાચો: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડધમ શાંત, 6 નવેમ્બરે મતદાન

ગત વિધાનસભા ચૂંટણી કરતા કેટલું વધારે મતદાન થયું?

મુઝફ્ફરપુરમાં 71.4% મતદાન થયું છે, જ્યા 2020માં 63.0% મતદાન થયું છે. જેથી ગત ચૂંટણી કરતા આ વખતે મુઝફ્ફરપુરમાં 8.4 ટકા વધારે મતદાન થયું છે ત્યાર બાદ સમસ્તીપુરમાં ગત ચૂંટણીમાં 61.2 ટકા મતદાન થયું હતું, જ્યારે 2025માં 71.2 ટકા મતદાન થયું છે, જેથી આ વર્ષના મતદાનમાં 10 ટકાનો વધારો થયો છે. અન્ય એક જિલ્લાની વાત કરવામાં આવે તો, બેગૂસરાય જિલ્લામાં આ ચૂંટણીમાં 69.5 ટકા મતદાન થયું છે. જ્યાં 2020ની ચૂંટણીમાં 61.7 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વર્ષે 7.8 ટકા મતદાન વધારે થયું છે.

જિલ્લો 2020 ચૂંટણી મતદાન 2025 ચૂંટણી મતદાન તફાવત

મુંગેર 51.1% 63.2% +12.1%
સમસ્તીપુર 61.2% 71.2% +10.0%
લખીસરાય 55.3% 65.0% +9.7%
ગોપાલગંજ 57.3% 66.5% +9.2%
સહરસા 60.4% 69.1% +8.7%
મુઝફ્ફરપુર 63.0% 71.4% +8.4%
બેગુસરાય 61.7% 69.5% +7.8%
સરન 56.1% 63.6% +7.5%
પટના 51.9% 58.4% +6.5%
ખાગરિયા 61.2% 67.6% +6.4%
બક્સર 56.1% 61.8% +5.7%
દરભંગા 57.7% 63.3% +5.6%
ભોજપુર 53.4% ​​58.9% +5.5%
નાલંદા 54.0% 59.3% +5.3%
શેખપુરા 56.4% 61.7% +5.3%
વૈશાલી 62.7% 67.6% +4.9%
મધેપુરા 64.1% 69.0% +4.9%
સિવાન 56.1% 60.5% +4.4%

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button