નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ અંગે પીએમ મોદી અને અમિત શાહે શું કહ્યું?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીતની આશાએ ભાજપ અને એનડીએમાં ખૂશીનો માહોલ છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોસ્ટ કરીને ખૂશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને બિહારમાં એનડીએ સરકારના ખૂબ જ વખાણ કર્યાં છે. બિહારમાં એનડીએ ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ખાસ કરીને કોંગ્રેસને મોટો પરાજય મળ્યો છે. કોંગ્રેસના અનેક આક્ષેપો અને નિવેદનો બાદ પણ એનડીએએ ચૂંટણીમાં ખૂબ સારૂ પ્રદર્શન કર્યું છે.

આપણ વાચો: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન, શશિ થરૂર કહી આ વાત

આ જનકલ્યાણની ભાવનાની થઈ છે જીત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, સુશાસનની જીત થઈ છે. વિકાસની જીત થઈ છે. જન કલ્યાણની ભાવનાની જીત થઈ છે. સામાજિક ન્યાયની જીત થઈ છે. વડા પ્રધાન મોદીએ બિહારમાં આ જીતને લોકોની, વિકાસની અને તેમના કાર્યોની જીત ગણાવી છે.

વધુમાં પીએમ મોદીએ લખ્યું કે ‘બિહારવાસીઓનો ખૂબ ખૂબ આભાર, જેમણે 2025ની વિધાનસભા ચૂંટણીમાં એનડીએ સરકારને ઐતિહાસિક જીત અપાવીને આશીર્વાદ આપ્યાં છે. આ પ્રચંડ જનાદેશ અમને લોકોની સેવા કરવાની અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવાની શક્તિ મળશે’.

આપણ વાચો: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણમાં મહાગઠબંધનને આંચકો, જાણો વિગતે

જીત માટે અમિત શાહે બિહારની જનતાનો માન્યો આભાર

આ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ખૂશી વ્યક્ત કરી છે. આ જીત માટે અમિત શાહે બિહારના લોકોનો ખૂબ આભાર માન્યો હતો. આ સાથે એવું પણ કર્યું કે, ઘૂસણખોરો સામે મોદી સરકારે જે કાર્યવાહી કરી છે તેના માટે જ બિહારના લોકોએ એનડીએ સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

.વધુમાં લખ્યું કે, જનતાએ વોટ બેંકના હિત માટે ઘુસણખોરોને રક્ષણ આપનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે. આ કહીને અન્ય વિપક્ષી રાજકીય પાર્ટીઓને પણ જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી આજે બિહારમાં જે હાર મળી છે તે મામલે પણ અમિત શાહે કટાક્ષ કર્યો છે.

NDA 243માંથી 200થી વધુ બેઠકો પર આગળ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધને ઐતિહાસિક જીત મેળવી છે. પરિણામની વાત કરીએ તો NDA 243માંથી 200થી વધુ બેઠક પર આગળ છે. 2010 પછી NDAનો આ સૌથી મોટો વિજય માનવામાં આવી રહી છે.

તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને સરકાર બનાવી શકે તેમ લાગતું નથી. તો સામે પ્રશાંત કિશોરની જનસૂરાજ પાર્ટી એક પણ બેઠક જીતી શકી નથી. બિહાર વિધાનસભાની ચૂટણીમાં કોંગ્રેસને ખૂબ જ નિરાશા મળી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button