દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા: માસ્ટરમાઈન્ડ ડૉ. ઉમરની ‘લાલ કાર’ મળી, સંબંધી ફહીમની ધરપકડ!

દિલ્હીના કાર બ્લાસ્ટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આતંકી ઉમર સાથે જોડાયેલી લાલ રંગની ઇકો સ્પોર્ટ્સ કાર ફરીદાબાદના ખંડવાલી વિસ્તારમાંથી મળી આવી છે. ગુરુવારે કાર કબજે કરવામાં આવી અને તપાસ એજન્સીઓ તેની દરેક વિગતોની ચકાસણી કરી રહી છે.
પોલીસે તે વ્યક્તિને પણ હિરાસતમાં લીધો છે જેણે આ કાર ખંડવાલીમાં પાર્ક કરી હતી. તેનું નામ ફહીમ છે અને સૂત્રો પ્રમાણે તે મુખ્ય આરોપી ડૉ. ઉમર ઉન નબીનો સગો સંબંધી છે. કારની નંબર પ્લેટ DL 10 CK 0458 છે અને તેને સીલ કરી દેવામાં આવી છે.
તપાસ દરમિયાન કારમાંથી કેટલીક મહત્વની વસ્તુઓ મળી છે, જેમાં મોબાઈલ ફોન, કેટલાક દસ્તાવેજો અને બ્લાસ્ટમાં વપરાયેલા સાધનો સાથે જોડાયેલા પુરાવા હોવાનું અનુમાન છે. ફોરેન્સિક ટીમે કારના ઇંટિરિયર, સીટો અને ડિકીની વિગતવાર તપાસ કરી છે.
ડૉ. ઉમર ઉન નબીને દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. ફરીદાબાદ ટેરર મોડ્યુલમાંથી અગાઉ 2900 કિલો વિસ્ફોટક અને હથિયારો મળી આવ્યા હતા. ફહીમની પૂછપરછથી આતંકીઓના નેટવર્ક વિશે વધુ માહિતી મળી શકે છે. પોલીસ આ કેસમાં એક બાદ એક કડીઓ જોડીને આતંકી હુમલાને ગુનેગરો સુધી ઝડપી પહોંચી રહી છે.
આપણ વાંચો: દિલ્હીમાં ફરી વિસ્ફોટનો અવાજ! લોકોમાં ગભરાટ



