રાજસ્થાન કેબિનેટને લઈ મોટી જાહેરાતઃ પ્રધાનપદ માટે આટલા નામ ચર્ચામાં…
જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની નોંધપાત્ર જીત પછી શુક્રવારે નવા મુખ્ય પ્રધાન તરીકે ભજનલાલ શર્માએ શપથ લઈ લીધા હતા હવે કેબિનેટમાં કેટલા પ્રધાનો રાખવામાં આવે એના અંગે અલગ અલગ અટકળો કરવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા દિલ્હી પહોંચ્યા છે, જ્યારે ભાજપના પ્રમુખ જેપી નડ્ડા અને ગૃહ પ્રધાન અમિત શાહને મળીને નવી જાહેરાત થઈ શકે છે.
વિધાનસભાની સંખ્યાના આધારે કુલ 30 પ્રધાનને લઈ શકાય છે, જેમાં 27 લોકોને પ્રધાન તરીકે કદાચ શપથ અપાવી શકે છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે અમુક ખાતાની ફાળવણી થાય પણ નહીં. પ્રધાન તરીકે ખાતાની ફાળવણી થાય છે, જે માટે નામ ચર્ચામાં છે.
કેબિનેટમાં સ્થાન મળે તેના માટે ડો. કિરોડીલાલ મીણા, બાબા બાલકનાથ, સિદ્ધિ કુમારી, દીપ્તિ કિરણ માહશ્વરી, પુષ્પેન્દ્ર સિંહ રાણાવત, કૈલાશ વર્મા, જોગેશ્વર ગર્ગ, મહંત પ્રતાપપુરી, અજય સિંહ ક્લિક, ભૈરારામ સિયોલ, સંજય શર્મા, શ્રીચંદ કૃપલાની, ઝબરસિંહ ખરા, પ્રતાપસિંહ સિંઘવી, હીરાલાલ નગર, ફૂલસિંહ મીણા, શૈલેષ સિંહ, જીતેન્દ્ર ગોથવાલ ખંડાર, શત્રુઘ્ન ગૌતમ, જવાહર સિંહ બેદમ, મંજુ બાગમાર, સુમિત ગોદરા, તારાચંદ જૈન, હેમંત મીના, હંસરાજ પટેલ અને જેઠાનંદ વ્યાસનું નામ લેવામાં આવી રહ્યું છે.
ઉપરાંત, કેબિનેટમાં અગિયારથી પંદર જણને કેબિનેટના પ્રધાન બનાવી સકાય છે. આ અગાઉ પંદરમી ડિસેમ્બરે સીએમ ભજનલાલ શર્મા, નાયબ મુખ્ય પ્રધાન તરીકે દિયાકુમારી શર્મા અને પ્રેમચંદ બૈરવાએ શપથ લીધા હતા.
રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણીમાં 115 બેઠક પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસને ફક્ત 60 બેઠક મળી હતી. આ ઉપરાંત, બે બેઠક પર બીએસપી (બહુજન સમાજવાદી પાર્ટી), જ્યારે 13 બેઠક પર અન્ય લોકોની જીત થઈ હતી.