નેશનલ

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરશે! ગુજરાતમાં કોણ બનશે નવા પ્રદેશ અધ્યક્ષ?

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી હજી પણ દેશમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. જેથી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા પ્રદેશ પ્રમુખો (Announcement of BJP state presidents)ના નામની જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યારે બે નેતાઓના નામ નક્કી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો તેલંગાણામાં ભાજપ રામચંદ્ર રાવને પોતાના નવા પ્રદેશ પ્રમુખ (State President) બનાવી શકે તેવું નક્કી છે. જ્યારે બીજુ નામ પીવીએન માધવનું છે, પીવીએન માધવને આંધ્ર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી પોતાના નવા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી શકે છે. રામચંદ્ર રાવ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે જ્યારે પીવીએમ માધન ઓબીસી સમાજમાંથી આવે છે. જેથી ભાજપ પોતાના પ્રબળ રાજનીતિ સાથે નામોની જાહેરાત કરી શકે છે.

બીજેપી અનેક રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષ માટે ચૂંટણીનું આયોજન

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અનેક રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષ માટે ચૂંટણીનું આયોજન કરવાની છે. આ રેસમાં તેલંગાણા અને આંધ્ર પ્રદેશથી બે નામ પ્રકાશમાં આવ્યાં છે. મીડિયા અહેલાવો પ્રમાણે આંધ્ર પ્રદેશમાં પીવીએન માધન અને તેલંગાણામાં રામચંદ્ર રાવનું નામ આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિગતો એવી પણ મળી છે કે, આજે પાંચ વાગ્યા સુઘી મહારાષ્ટ્રમાં પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું છે.

1લી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં યાદી જાહેર કરવામાં આવશે

મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણની પસંદગી થઈ શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી આવતી કાલે એટલે કે, 1લી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરી શકે છે. કયા રાજ્યમાં કોને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ જ્યાં સુધી પાર્ટી પોતે રાજ્યો માટે પ્રદેશ પ્રમુખોના નામ સત્તાવાર રીતે જાહેર ન કરે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. સૂત્રો દ્વારા તો વિવિધ રાજ્યોના નામ બહાર આવી રહ્યા છે, પરંતુ તેમના પર મોહર લાગશે કે કેમ? તે ચોક્કસના કરી શકાય!

હિમાચલમાં પ્રદેશ અધ્યક્ષ માટે ડૉ. રાજીવ બિંદલનું નામ ચર્ચામાં

હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં પણ એવી શક્યતા છે કે ડૉ. રાજીવ બિંદલને આ પદની આપવામાં આવી શકે છે. જો કે, હિમાચલ પ્રદેશમાં બે વધુ નામોની પણ ચર્ચા થઈ રહી છે, જેમાં કાંગડાના સાંસદ રાજીવ ભારદ્વાજનું નામ પણ સામેલ છે. આ સાથે ઉત્તરાખંડમાં, મહેન્દ્ર ભટ્ટને ફરીથી ભાજપના પ્રમુખ બનાવવામાં આવશે તેવી અટકળો છે. મહત્વની વાત એ છે ક, મહેન્દ્ર ભટ્ટે આજે જ ભાજપના પ્રદેશ પ્રમુખ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જો કે, તેમને પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવશે કે નહી? તે આવતી કાલે પાંચ વાગ્યા સુધીમાં જાણી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button