ભારતે કરતારપુર કોરિડોર બંધ કર્યો; પાકિસ્તાને એન્ટ્રી ખુલી રાખી

નવી દિલ્હી: ગત મહિને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક પાગલ ભરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર ઉપરાંત ભારત રાજદ્વારીય ક્ષેત્રે પણ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી રહ્યું છે. એવામાં ભારતે આજે શુક્રવારે જાહેરાત કરી હતી કે પાકિસ્તાન સાથે વધતા તણાવને ઉભી થયેલી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરતારપુર કોરિડોર આગામી સૂચના સુધી સ્થગિત (Indian shut Kartarpur Corridor) રહેશે.
નવી દિલ્હીમાં એક પ્રેસ બ્રીફિંગમાં એક પ્રશ્નના જવાબમાં, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે “હાલની સુરક્ષા પરિસ્થિતિઓને કારણે આગળના નિર્દેશો સુધી કોરિડોર સ્થગિત રહેશે.”
આપણ વાંચો: Pakistan એ Maharaja Ranjit Singh ની પ્રતિમા કરતારપુરમાં પુન: સ્થાપિત કરી
અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇમિગ્રેશન બ્યુરોએ “આગળના આદેશો સુધી” કોરિડોર બંધ રાખવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે 7 મેથી આ ધાર્મિક કોરિડોર બંધ છે. બુધવારે ગુરદાસપુરમાં ડેરા બાબા નાનક ચેકપોસ્ટ પર લગભગ 150 શીખ શ્રદ્ધાળુઓ 90 મિનિટથી વધુ રાહ જોયા બાદ પાછા ફર્યા હતાં.
આપણ વાંચો: કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં પાકિસ્તાનની નાપાક હરકત
પાકિસ્તાને કોરિડોર ખુલ્લો રાખ્યો:
આ કોરિડોર ભારતના પંજાબમાં ડેરા બાબા નાનકને પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહિબ સાથે જોડે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર મુજબ, દરરોજ 5,000 જેટલા શ્રદ્ધાળુ ગુરુદ્વારામાં દર્શન કરવા માટે વિઝા વગર સરહદ પાર કરી શકે છે. હવે ભારતીય બાજુથી અવરજવરને બંધ કરવામાં આવી છે.
આ ધાર્મિક કોરિડોર બંધ થવાને કારણે ભારતીય શીખ શ્રદ્ધાળુઓ કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબની મુલાકાત નહીં લઇ શકે છે, જોકે પાકિસ્તાને પોતાની બાજુનો કોરિડોર ખુલ્લો રાખ્યો છે.
પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (PSGPC) ના પ્રમુખ અને કોરિડોરના રાજદૂત તરીકે નિયુક્ત ભૂતપૂર્વ વિધાનસભ્ય રમેશ સિંહ અરોરાએ જણાવ્યું હતું કે, “કોરિડોર અમારી તરફથી ખુલ્લો છે. અમારી સરકારે નિર્ણય લીધો છે કે યાત્રાળુઓનું સ્વાગત કરવામાં આવશે.”