બેંગલુરુમાં પ્લાસ્ટિક સામાન બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, 5 લોકોના મોત | મુંબઈ સમાચાર
નેશનલ

બેંગલુરુમાં પ્લાસ્ટિક સામાન બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, 5 લોકોના મોત

બેંગલુરુ: બેંગલુરુમાં આવેલા કેઆર માર્કેટ નજીક નાગરથપેટ વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉમાં ભીષણ આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત પાંચ લોકોનું મોત થયું છે. પોલીસે મૃતકોની ઓળખ મદન સિંહ, સંગીતાબેન, તેમના બે બાળકો 7 વર્ષીય રિતેશ અને 5 વર્ષીય વિહાન અને પાડોશી સુરેશ કુમાર તરીકે કરી છે. રાજસ્થાનનો વતની આ પરિવાર છેલ્લા 10 વર્ષથી અહીં મકાન ભાડે રાખીને રહેતો હતો. આ પરિવાર અહીં એક પ્લાસ્ટિકના ગોડાઉમાં કામ કરતો હતો.

આ પણ વાંચો : ખેડામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 8 થી 10 ફાયર ફાયટર ઘટના સ્થળે તૈનાત…

એક જ પરિવારના 4 સભ્યો સહિત 5 લોકો આગમાં ભડથું થયા

આ સમગ્ર મામલે પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે.ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, આગ એટલી ભીષણ હતી તેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે 8 ગાડીઓ ઘટનાસ્થળ પર તૈનાત કરી દીધી હતી. કુલ 55 ફાયર વિભાગના કર્મચારીઓ અને 21 અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો : નવી મુંબઈમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

આ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનો સમાન રાખેલો હતોઃ અધિકારી

ફાયર વિભાગના અધિકારીએવધુમાં કહ્યું કે, આ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનો સમાન રાખેલો હતો. જેના કારણે આગ પર કાબૂ મેળવવામં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.એટલું જ નહીં પરંતુ આ સ્થળ રહેણાંક વિસ્તારથી ઘેરાયું હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે. અત્યારે ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિક સામાન બનાવતા એકમમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધીમાં એક જ પરિવારના 4 સભ્યો સહિત કુલ 5 લોકોના મોત થયા હોવાની પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button