Top Newsનેશનલ

બાંગ્લાદેશમાં તખતાપલટનું ષડયંત્ર યુનુસ અને ક્લિન્ટન પરિવારે રચ્યુંઃ શેખ હસીનાના સાથીનો વિસ્ફોટક દાવો…

શેખ હસીનાના પ્રભાવથી યુનુસ સરકાર ભયભીત, સમગ્ર ઢાકા શહેરને છાવણીમાં ફેરવી નાખ્યું

ઢાકાઃ બાંગ્લાદેશમાં 2024માં હસીના સરકારનું પતન થયું તે આકસ્મિક નહોતું, પરંતુ એક યોજનાનો એક ભાગ હતો. 5 ઓગસ્ટ, 2024ના ઢાકામાં તેમના નિવાસસ્થાન પર એક ટોળાએ હુમલો કર્યો હતો, જે બાદ શેખ હસીના દેશ છોડીને ચાલ્યા ગયા હતા. અત્યારે તેઓ દિલ્હીમાં રહેતા હોવાની વાતો ચાલી રહી છે.

સરકારી નોકરીઓમાં અનામતને લઈને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનથી અશાંતિ ફેલાઈ હતી, જે જુલાઈ-ઓગસ્ટમાં મોટા રમખાણોમાં પરિણમી હતી. આ દરમિયાન 700થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો પણ છે. આમાં ખાસ કરીને લઘુમતી એટલે કે હિંદુઓ પર વધારે હુમાલાઓ કરવામાં આવ્યાં હતાં.

શું હતી બાંગ્લાદેશની એ 2024ની વારદાત?

બાંગ્લાદેશમાં રાજકીય ફેરફાર થયો અને શેખ હસીનાની સરકાર પલટાઈ ગઈ હતી. શેખ હસીનાને સત્તા પરથી હટાવવા પાછળ કોનો હાથ હતો? તે અંગે પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના નિકટવર્તી અને પૂર્વ પ્રધાન મોહિબુલ હસન ચૌધરીએ એક મોટો દાવો કર્યો છે. મોહિબુલ હસન ચૌધરીના જણાવ્યાં પ્રમાણે 2024માં શેખ હસીનાની સરકારની તખ્તાપલટ પાછળ અમેરિકાની હ્યુમેનિટેરિયન એજન્સી USAID અને ક્લિન્ટના પરિવારનો મોટી ભૂમિકા રહી હતી. આ ખુલાસો બાંગ્લાદેશ માટે અતિમહત્વનો છે, કારણ કે, શેખ હસીનાની સરકાર પલટાઈ તેમાં અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં હતાં.

Former minister Mohibul Hassan Chowdhury

મોહમ્મદ યુનુસના અમેરિકા સાથેના સંબંધો અંગે પણ ખુલાસો

વધારે વિગતે વાત કરવામાં આવે તો ચૌધરીના દાવા પ્રમાણે આખી ઘટનાઓ પાછળ ઘણાં લાંબા સમયથી ચાલતાં અમેરિકન-યુનુસ સંબંધો પણ છે. જોકે અમેરિકાએ આવા તમામ આરોપોને હાસ્યાસ્પદ ગણાવીને ફગાવી દીધા છે. હસન ચૌધરીએ એમ પણ કહ્યું કે વર્તમાન વચગાળાની સરકારના વડા અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના અમેરિકા સાથે લાંબા સમયથી સંબંધો છે.

શેખ હસીનાની સરકાર પાડવા કેટલીક એજન્સી કામ કરતી

આ દાવા પ્રમાણે 2018થી વિદેશી એજન્સીઓ શેખ હસીનાની સરકાર સામે અભિયાન ચલાવી રહ્યા હતા. ખાસ કરીને USAID અને ઈન્ટરનેશનલ રીપબ્લિકન ઇન્સ્ટિટ્યુટે કરોડો ડોલરની ફંડિંગ કરી હતી, જેનો ઉપયોગ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને હરકતો માટે થયો હતો. એનજીઓથી મળેલી ફંડિંગ દ્વારા રચાયેલી અરાજકતાને કારણે જુલાઈ-ઓગસ્ટમાં દેશ વ્યાપી દંગાઓ ફાટી નીકળ્યા હતા.

શેખ હસીનાની સાથોસાથ તેઓના કુટુંબ પર પણ દબાણ લાવવામાં આવ્યું હતું. દાવો કર્યો હતો કે તેમના પિતા શેખ મુજીબુર રહેમાને સેન્ટ માર્ટિન ટાપુ યુનાઇટેડ સ્ટેટ્સને સોંપવાનો ઇનકાર કર્યો હોવાથી દબાણ કરવામાં આવી રહ્યું હતું. અમેરિકાએ આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા અને કહ્યું કે બાંગ્લાદેશ કટોકટી સાથે તેમનો કોઈ સંબંધ નથી.

આ પણ વાંચો…મુહમ્મદ યુનુસની નાપાક હરકત, આ બુકમાં ઉત્તરપૂર્વ ભારતને બાંગ્લાદેશનો હિસ્સો ગણાવ્યો…

મોહિબુલ હસન ચૌધરીએ કર્યા અનેક મોટા દાવા

બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ મોહિબુલ હસન ચૌધરીનો દાવો છે કે, ઇન્ટીરીમ સરકારના વડા અને નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસના ક્લિન્ટેન પરિવાર સાથે વર્ષોથી રહેલા જૂના સંબંધો સતત ચાલુ છે. સત્તા પરિવર્તન પછી યુનુસ સરકારની નીતિઓ પાકિસ્તાનની નજીક જતી દેખાય છે, એ જ પાકિસ્તાન જેના પર 1971માં બાંગ્લાદેશમાં નરસંહારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભારતના તમામ પાડોશી દેશોમાં સત્તા પરિવર્તન આવ્યું છે. આ દરેક દેશમાં બળવો થયો, લોકો રસ્તા પર ઉતરી આવ્યાં અને સરકાર સામે સીધો વિદ્રોહ કર્યો અને સરકારનો તખ્તો પટલાવી દીધો હતો.

‘ઢાકા લોકડાઉન’ પહેલા ૭૦૦૦ પોલીસકર્મીઓ તહેનાત

બાંગ્લાદેશની યુનુસ સરકાર શેખ હસીનાના પ્રભાવથી એટલી ભયભીત છે કે સમગ્ર ઢાકા શહેરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યુ છે. રાજધાની ઢાકામાં પોલીસે મોટા પાયે સંકલિત સુરક્ષા કવાયત હાથ ધરી હતી. આ કવાયત ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની ભંગ થયેલી અવામી લીગ દ્વારા ૧૩ નવેમ્બરના પ્રસ્તાવિત ઢાકા લોકડાઉન કાર્યક્રમને લઇને હાથ ધરવામાં આવી હતી.

ઢાકા મેટ્રોપોલિટન પોલીસ(ડીએમપી)ના સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ ૭૦૦૦ પોલીસકર્મીઓએ શહેરના ૧૪૨ મહત્વપૂર્ણ સ્થળોએ આ અભ્યાસમાં ભાગ લીધો હતો. આ સ્થળોમાં વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. આ કવાયતનો ઉદેશ્ય આવતા અઠવાડિયે સંભવિત હિંસક રોડ પ્રદર્શનોને નિયંત્રિત કરવાનો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button