બલોચ નેતાએ પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેક્યો, કહ્યું – હવે કલમા વાંચીને કોઈને મારવામાં…

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને દરેક દિશામાંથી તોડી પાડ્યું છે. ભારત તો પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે. ભારત સાથે વધતા તણાવને કારણે, પાકિસ્તાન સાથેની લડાઈ હવે બલુચિસ્તાનમાં પણ તીવ્ર બની ગઈ છે. બલુચિસ્તાન પણ પાકિસ્તાનની અલગ થવા માટે જંગ લડી રહ્યું છે. બલુચિસ્તાની સેના પાકિસ્તાનની સામે યુદ્ધ કરી રહ્યું હતું, હવે બલુચિસ્તાન પણ પાકિસ્તાન વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. જેથી પાકિસ્તાનની ચિંતા વધી રહી છે. આતંકવાદને સંરક્ષણ આપવું પાકિસ્તાનને ભારે પડી રહ્યું છે.
બલુચિસ્તાન હવે ખુલ્લેઆમ પાકિસ્તાન વિરુદ્ધ જંગ માટે તૈયાર
બલુચિસ્તાન સેનાએ પાકિસ્તાની સેના સામે મોરચો ખોલ્યો છે. BLA સમયાંતરે પાકિસ્તાની સેના સામે હુમલાઓ કરતું રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા હવાઈ હુમલા પછી, બલૂચિસ્તાન હવે ખુલ્લેઆમ પાકિસ્તાન વિરુદ્ધ જંગ માટે તૈયાર થયું છે. બલોચ નેતા મીર યાર બલોચે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કરતા લખ્યું કે, ‘પાકિસ્તાનીઓ કલમાનો પાઠ કરીને કોઈપણ હિન્દુને મારવાની હિંમત નહીં કરે.’
અમારી લડાઈ વાસ્તવિક શાંતિની પુનઃસ્થાપના માટે છેઃ બલોચ નેતા
બલોચ નેતા મીર યાર બલોચ એક સભાને સંબોધિત કરતા પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનની ભારે આલોચના કરી હતી. મીર યાર બલોચ કહ્યું કે, અમારી લડાઈ વાસ્તવિક શાંતિની પુનઃસ્થાપના માટે છે, જ્યાં કોઈ પણ પાકિસ્તાની કોઈ પણ હિન્દુને કલમાનો પાઠ કરવાનું નહીં કહે અને તેની પત્ની અને બાળકોની સામે તેને મારી નાખવાની હિંમત નહીં કરે.’ એક રીતે જોવા જઈએ તો બલુચિસ્તાન ભારતને મદદ કરી રહ્યું છે. કારણ કે, બલોચ લોકોને પાકિસ્તાનથી અલગ થવું છે અને પોતાનો નવો દેશ બનાવો છે.
BLAએ પાકિસ્તાની સેના સાથે કરી રહ્યું છે જંગ
મીર યાર બલોચે પોતાના ભાષણમાં કહ્યું કે, અમારા લડાઈ આ વિસ્તારને આતંકવાદના કેન્દ્ર પાકિસ્તાનથી મુક્ત કરવાની છે. બલૂચિસ્તાન છેલ્લા કેટલાય વર્ષોથી પાકિસ્તાની અલગ(આઝાદ) થવા માટે જંગ લડી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં બલુચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓ પર કબજો કર્યો હતો. જેમાં એવા પણ દાવો કરવામાં આવ્યો છે, પાકિસ્તાની સેનાને પીછેહઠ કરવામાં મજબૂર કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો…પાકિસ્તાન સદીઓ સુધી હુમલાને યાદ રાખશે, અવળચંડાઈ બંધ નહીં કરે તો ગાઝા બનાવી દઈશુંઃ એક્સપર્ટ