નેશનલસ્પોર્ટસ

Bajarang Punia: ડોપ ટેસ્ટ ન આપવા બદલ બજરંગ પુનિયા સસ્પેન્ડ, પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાને ઝટકો

નવી દિલ્હી: ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા(Bajarang Punia)ને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી(NADA)એ ઝટકો આપ્યો છે. NADAએ બજરંગ પુનિયાને સસ્પેન્ડ કરી દીધો છે, જેને કારણે પેરિસ ઓલિમ્પિક(Paris Olympic)માં રમવાની બજરંગની આશાને ફટકો પડી શકે છે. એક મીડિયા અહેવાલે NADAના સત્તાવાર સુત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બજરંગ પુનિયાએ 10 માર્ચે સોનીપત(Sonipat)માં આયોજિત સિલેકશન ટ્રાયલમાં ડોપ ટેસ્ટ(Dope Test) આપ્યો ન હતો. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ NADAએ બજરંગ પુનિયાને લખેલા પત્રમાં લખ્યું છે કે, ‘NADR 2021ની કલમ 7.4 મુજબ, તમને (બજરંગ પુનિયા) તાત્કાલિક અસરથી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી કેસની સુનાવણી અને નિર્ણય ન આવે ત્યાં સુધી તમે કોઈપણ સ્પર્ધા અથવા પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશો નહીં.’

જો બજરંગ સામેના આ આરોપો યથાવત રહેશે તો તે ઓલિમ્પિક માટે સિલેકશન ટ્રાયલ્સમાં ભાગ લઈ શકશે નહીં. ટ્રાયલમાં પાસ થાનાર ખેલાડી પેરિસ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. NADAએ પુનિયાએ 7 મે સુધીમાં પોતાનો લેખિત ખુલાસો આપવા જણાવ્યું છે કે તેણે સેમ્પલ કેમ નથી આપ્યા?

બજરંગ પુનિયાને સોનીપતમાં યોજાયેલા ટ્રાયલ્સમાં રોહિત કુમાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે ત્રીજા અને ચોથા સ્થાનની મેચ માટે મેટ પર ઉતાર્યો ન હતો. ડોપ કંટ્રોલ ઓફિસરે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે બજરંગ પુનિયાને તેના સમર્થકોએ ઘેરી લીધા હતા. બજરંગ સેમ્પલ આપ્યા વગર જ ત્યાંથી ચાલ્યો ગયો. ભારતને હજુ સુધી 67 કિગ્રા વજન વર્ગમાં ઓલિમ્પિક ક્વોટામાં ખેલાડી મળ્યો નથી.

ક્વોટા મેળવવા માટે ટ્રાયલ જીતનાર સુજીત કલકલ 9 મેના રોજ વર્લ્ડ ક્વોલિફાયર્સમાં ભાગ લેશે.

બજરંગ પુનિયાએ થોડા સમય પહેલા એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે NADAના અધિકારીઓ તેમના સેમ્પલ લેવા માટે એક્સપાયર થયેલા સાધનોનો ઉપયોગ કરે છે. તેણે આરોપ લગાવ્યો હતો કે તેને ફસાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…