બદ્રીનાથ નજીક કુબેર પર્વત પર ગ્લેશિયર તૂટ્યું: ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ચમોલી: ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અવારનવાર કુદરતી દુર્ઘટનાઓ બનતી હોય છે. આજે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથ નજીક એક મોટી કુદરતી ઘટના બની છે. આજે સવારે કુબેર પર્વત પર આવેલો કુબેર ભંડાર ગ્લેશિયરનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો અને તેના કારણે કાંચનગંગા નદીમાં હિમસ્ખલન (Avalanche) થયું હતું.
ગ્લેશિયર તૂટ્યાનો વીડિયો થયો વાયરલ
કુબેર પર્વત પર ગ્લેશિયર તૂટવાની ઘટના વીડિયોમાં કેદ થઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ગ્લેશિયરનો ભાગ જોરદાર અવાજ સાથે નદીમાં પડતા કાંચનગંગા નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો.
This afternoon, a glacier broke off from Kuber Mountain above Kanchan Ganga near Shri Badrinath Dham. Police confirmed it was a natural occurrence with no damage reported.
— Weather Monitor (@WeatherMonitors) October 17, 2025
Badrinath, Uttarakhand, India. pic.twitter.com/5cxXIAaGSN
આ પણ વાંચો : ગંગા નદીના પ્રવાહ અંગે નવો ખુલાસો: ઉનાળામાં ગ્લેશિયર્સ નહીં પણ આ છે મુખ્ય સ્ત્રોત…
આ કુદરતી ઘટનાને કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. યાત્રાળુઓમાં પણ રોમાંચ સાથે ભય જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને એલર્ટ થઈ ગઈ છે.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી નંદ કિશોર જોશીએ સ્પષ્ટતા કરી છે કે, હિમસ્ખલન બદ્રીનાથ નેશનલ હાઈવેથી કેટલાક સો મીટર ઉપર જ સમાપ્ત થઈ ગયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાન થયાનો અહેવાલ મળ્યો નથી. જોકે, હિમાલયના ઉપલા પ્રદેશમાં બરફથી ઢંકાયેલા શિખરો પરથી હિમપ્રપાત થવો એ આ વિસ્તારમાં સામાન્ય કુદરતી ઘટના છે. માના ગામના ભૂતપૂર્વ સરપંચ પીતાંબ