નેશનલ

પંચાવન દિવસની આઝાદી પછી આઝમ ખાન ફરી જેલભેગાઃ જાણો સમગ્ર મામલો

લખનઉ: ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા આઝમ ખાન જામીન પર બહાર આવ્યાના બે મહિનામાં ફરી જેલભેગા થવું પડ્યું છે. પેન કાર્ડ કેસમાં રામપુર એમપી-એમએલએ કોર્ટે આજે આઝમ ખાન અને તેમના દીકરા અબ્દુલ્લા આઝમને દોષી ગણાવ્યા છે. આ કેસમાં સાત-સાત વર્ષની સજા અને પચાર હજારનો દંડ ફટકાર્યો છે.

ફેક દસ્તાવેજોના કેસમાં ફસાયા આઝમ ખાન

23 મહિના પછી જામીન પર 23 સપ્ટેમ્બરે સીતાપુર જેલમાંથી બહાર આવ્યા હતા, પરંતુ પેન કાર્ડ મુદ્દે કોર્ટે સજા કરી છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને અગાઉ જન્મનો નકલી દાખલો બનાવવાના કેસમાં સજા સંભળાવી હતી.

હવે તેઓને જન્મના નકલી દાખલાના આધારે પાનકાર્ડ બનાવવાના કેસમાં એલએલએમ એમપી કોર્ટ દ્વારા સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. તેથી હવે આઝમ ખાનને ફરીથી જેલમાં જવું પડશે.

આપણ વાચો: આઝમ ખાનને બે પાન કાર્ડ રાખવાના કેસમાં કોર્ટે સાત વર્ષની સજા ફટકારી…

કોના માટે બનાવ્યો નકલી દાખલો

ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આઝમ ખાને પોતાના દીકરા અબ્દુલ્લા આઝમને સ્વાર બેઠક પરથી ચૂંટણી લડાવી હતી. પરંતુ એ સમયે અબ્દુલ્લા આઝમની ઉંમર ધારાસભ્યના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા માટે લાયક નહોતી તેમ છતાં અબ્દુલ્લા આઝમે ઉમેદવારી નોંધાવી હતી. જેને લઈને વિવાદ શરૂ થયો હતો.

અલ્દુલ્લા આઝમના બે જન્મના પ્રમાણપત્ર, બે પાસપોર્ટ અને બે પાનકાર્ડનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના આકાશ સક્સેનાએ અબ્દુલ્લા આઝમ ખાન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો જેને લઈને આઝમ ખાન, તેમની પત્ની પૂર્વ સાંસદ ડૉ. તંજીન ફાતિમા અને દીકરા પૂર્વ ધારાસભ્ય અલ્દુલ્લા આઝમને સાત વર્ષના કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કૉર્ટ દ્વારા સજા સંભળાવતા 19મી વિધાનસભાના ધારાસભ્ય આઝમ ખાન, ધારાસભ્ય અબ્દુલ્લા આઝમને સસપેન્ડ કરવામાં આવ્યા હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button