ભારત વિરોધી પોસ્ટ કરનારા ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રી સામે મોટી કાર્યવાહી! જાણો શું હતો વિવાદ | મુંબઈ સમાચાર
નેશનલ

ભારત વિરોધી પોસ્ટ કરનારા ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રી સામે મોટી કાર્યવાહી! જાણો શું હતો વિવાદ

પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકેઃ બીજા મોટા સટ્ટાખોરો પણ જાળમાં

નવી દિલ્હીઃ ભારતે હવે વિશ્વમાં એક આગવી ઓળખ બનાવી દીધી છે. પરંતુ હજી કેટલાક લોકો છે જે ભારતની આલોચના કરવામાં કોઈ કસર છોડતા નથી. થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાના એક અર્થશાસ્ત્રીએ ભારતની આલોચના કરી હતી. ઓસ્ટ્રેલિયાના આ અર્થશાસ્ત્રી ગુંથર ફેગલિંગર સામે ભારતે કડક કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. અર્થશાસ્ત્રી ગુંથર ફેગલિંગર સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં ભારતની ભારે નિંદા કરી અને ખાલિસ્તાનનું સમર્થન આપ્યું હતું. જેથી અર્થશાસ્ત્રી ગુંથર ફેગલિંગરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અર્થશાસ્ત્રી ગુંથર ફેગલિંગરનું એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત

આ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રી ગુંથર ફેહલિંગરે માત્ર ખાલિસ્તાનને ટેકો આપ્યો જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર ભારત તોડવાની હાકલ કરતી પોસ્ટ પણ મૂકી હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ગુંથર ફેહલિંગરે લખ્યું હતું કે, તેઓ ભારતને તોડવા અને ઇતિહાસ બદલવાનું આહ્વાન કરે છે. એટલું જ નહીં પરંતુ ભારતના વડા પ્રધાન વિરુદ્ધ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ગુંથર ફેહલિંગરે ભારતના વડાપ્રધાનને રશિયાના સમર્થક ગણાવ્યાં હતાં.

ગુંથર ફેહલિંગરે સોશિયલ મીડિયામાં કરી હતી વિવાદિત પોસ્ટ

ભારતનો વિરોધ કરવો હવે ગુંથર ફેહલિંગરે ભારે પડી ગયો છે. ભારતની જે વૈશ્વિક છાપ છે તેને ગુંથર ફેહલિંગરે બગાડવાનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ખાલિસ્તાનને ટેકો આપતા ફેહલિંગરે કહ્યું હતું કે ભારતને ખાલિસ્તાનીઓની જરૂર છે’. ખાલિસ્તાન જેને ભારત આતંકવાદી સંગઠન માને છે, તેની ભારતને શું જરૂર હોઈ શકે? આવી પોસ્ટ પરથી એ પણ પ્રશ્ન થાય છે કે, ગુંથર ફેહલિંગર ખરેખર અર્થશાસ્ત્રી છે કે કેમ? એક અર્થશાસ્ત્રી આવું તથ્યવિહીન નિવેદન કેવી રીતે આપી શકે?

સોશિયલ મીડિયા પર પણ લોકો ગુંથર ફેહલિંગર પર ભડક્યાં

ગુંથર ફેહલિંગર જે યુક્રેન, કોસોવો, બોસ્નિયા અને ઑસ્ટ્રિયાના નાટો સભ્યપદ માટે ઑસ્ટ્રિયન સમિતિના અધ્યક્ષ છે. તેઓ દક્ષિણ બાલ્કન્સના પ્રાદેશિક આર્થિક એકીકરણ માટે કાર્યકારી જૂથ બોર્ડમાં પણ સામેલ છે. ગુંથર ફેહલિંગરની આ સોશિયલ મીડિયા પોસ્ટ ભારતમાં ખૂબ જ વાયરલ પણ થઈ હતી. જેથી સોશિયલ મીડિયા પર પણ લોકો ગુંથર ફેહલિંગર પર ભડક્યાં હતાં. જેથી હવે ગૃહ મંત્રાલય અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી અનેઆ એકાઉન્ટ ભારતમાં નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો…સેકન્ડહેન્ડ સામાન ખરીદવામાં ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે, જાણો ભારત કેટલામાં સ્થાને…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button