ભારત સિવાય પણ વિશ્વ માટે છે 15 ઑગસ્ટનું મહત્ત્વ, જાણો આ દિવસ કેમ છે ખાસ?

ભારત સિવાય પણ વિશ્વ માટે છે 15 ઑગસ્ટનું મહત્ત્વ, જાણો આ દિવસ કેમ છે ખાસ?

15 ઓગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતમાં અંગ્રેજોના 200 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. તેથી 15મી ઓગસ્ટ, 1947ના દિવસને ભારત સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે.

દર વર્ષે આ દિવસે ભારતના વડા પ્રધાન દિલ્હી ખાતે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. પરંતુ શું તમે જાણો છો, 15મી ઓગસ્ટનો દિવસ વિશ્વના પણ કેટલાક દિવસો માટે મહત્ત્વનો છે.

15મી ઓગસ્ટે વિશ્વમાં શું શું બન્યું?
1945માં જાપાનના શાસનથી કોરિયા મુક્ત થયું હતું. 1848માં અમેરિકાના સમર્થનથી દક્ષિણ કોરિયા અલગ રાષ્ટ્ર બન્યું હતું. 15 ઓગસ્ટ 1948ના રોજ દક્ષિણ કોરિયાને સ્વતંત્ર દેશ જાહેર કરવામાં આવ્યો હતો. 15 ઑગસ્ટ 1960ના રોજ કોંગો દેશને પણ ૮૦ વર્ષ જૂના ફ્રેન્ચ શાસનથી મુક્તિ મળી હતી.

આ સિવાય 15 ઓગસ્ટ 1971ના રોજ બહેરીન દેશ યુનાઇટેડ કિંગડમના શાસનથી સ્વતંત્ર થયો હતો. આમ, 15મી ઓગસ્ટનો દિવસ ભારતની સાથોસાથ દક્ષિણ કોરિયા, કોંગો અને બહેરીનનો પણ સ્વતંત્રતા દિવસ છે.

બીજા વિશ્વયુદ્ધનો આવ્યો અંત
બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર ક્રમશ: 6 ઓગસ્ટ, 1945 અને 9 ઓગસ્ટ 1945ના રોજ પરમાણુ હુમલો કર્યો હતો. જેના પડધા સમગ્ર વિશ્વમાં પડ્યા હતા.

આ પણ વાંચો…અમેરિકાનો સ્વતંત્રતા દિવસ: ગુલામ અમેરિકા કેવી રીતે દાદાગીરી કરતો દેશ બની ગયું?

તેથી 15 ઑગસ્ટ 1945ના રોજ જાપાનના સમ્રાટ હિરોહિતોએ રેડિયો પર જાહેરાત કરીને બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. આ જાહેરાતને કારણે બીજા વિશ્વયુદ્ધનો અંત થયો. તેથી આ દિવસને ‘વિજય-જાપાન દિવસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

15 ઑગસ્ટ 1975ના રોજ બાંગ્લાદેશના સ્થાપક નેતા શેખ મુજીબુર રહેમાનની સાથે તેમના પરિવારના આઠ સભ્યો હત્યા કરવામાં આવી હતી. જેથી આ દિવસ બાંગ્લાદેશના ઇતિહાસનો કાળમુખો દિવસ છે. આ દુ:ખદ ઘટનાને કારણે બાંગ્લાદેશમાં આ દિવસને ‘રાષ્ટ્રીય શોક દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.

આ પણ વાંચો…સ્વતંત્રતા દિવસ પૂર્વે લાલ કિલ્લાની સુરક્ષામાં ખામી, ડમી આતંકી વિસ્ફોટક સાથે અંદર પહોંચ્યો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button