Video: રાજકોટના હુમલાખોરે આગલા દિવસે CMના નિવાસની રેકી કરી હતી; કાવતરું હોવાની શંકા

નવી દિલ્હી: આજે સવારે દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા સિવિલ લાઇન્સ સ્થિત તેમના નિવાસસ્થાને જન સુનવાઈ કઈ રહ્યા હતાં એ દરમિયાન એક શખ્સે તેમના હુમલો (Attack on Delhi CM Rekha Gupta) કર્યો હતો. હુમલાખોરની ઓળખ રાજકોટના રહેવાસી રાજેશ ખીમજીભાઈ સાકરિયા (Rajesh Khimji Sakaria) તરીકે થઈ હતી, તેને હાલ અટકાયતમાં લેવામાં આવ્યો છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે ગઈ કાલે તેણે રેખા ગુપ્તાના શાલીમાર બાગ સ્થિત પૈતૃક નિવાસસ્થાનની રેકી કરી હતી.
સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ શેર કરવામાં આવ્યા છે, જેમાં રાજેશ મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાના પૈતૃક નિવાસસ્થાનની બહાર જોવા મળી રહ્યો છે, ત્રણ મિનીટ અને આઠ સેકન્ડ લાંબા આ વિડીયોમાં તે હાથરિક્ષા ચાલકને પૈસા ચૂકવતો દેખાય છે. ત્યાર બાદ રાજેશ પણ રિક્ષાચાલક સાથે વાત કરતો પણ જોવા મળે છે, થોડીવાર બાદ રીક્ષા ચાલક ત્યાંથી નીકળી જાય છે.
વિડીયોમાં જોવા મળે છે કે રાજેશ મુખ્ય પ્રધાનના નિવાસ્થાનની બહાર ઉભો રહે છે અને મોબાઇલ ફોન કાઢીને કોઈને કોલ કરે છે, થોડીવાર બાદ કોલ ડિસ્કનેક્ટ કરીને મોબાઇલ પર કંઇક જુએ છે, ગેટ પર તૈનાત એક વ્યક્તિ સાથે વાત કરે છે અને વિસ્તારનો વીડિયો પણ શૂટ કરે છે.
#WATCH | CCTV visuals of the individual, identifying himself as Rajesh Khimji, as he did a recce of Delhi CM Rekha Gupta's Shalimar Bagh residence on 19th August.
— ANI (@ANI) August 20, 2025
The man has been nabbed by the Police after he attacked the CM today during Jan Sunvai.
(Video Source: Delhi CMO) pic.twitter.com/qQ3fecQGc1
હુમલા પાછળ કાવતરાની શંકા;
આ CCTV ફૂટેજ મુખ્ય પ્રધાન કાર્યાલયે દ્વારા શેર કરવામ આવ્યા છે. CMOએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ સ્પષ્ટ થાય છે હુમલાખોરે ઓછામાં ઓછા 24 કલાક પહેલાથી હુમલાની તૈયારી શરૂ કરી દીધી હતી.
દિલ્હીના સરકારમાં પ્રધાન પરવેશ સાહિબ સિંહ વર્માએ દાવો કર્યો હતો કે રેખા ગુપ્તા હુમલા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. આરોપીએ તેમના નિવાસસ્થાન પાસે સિવિલ લાઇન્સ વિસ્તારમાં જ રાત વિતાવી હતી.
આપણ વાંચો: યુએસમાં નોકરી ગુમાવે તો આટલા ટકા ભારતીયો બિસ્તરાં-પોટલાં બાંધી વતન ફરવા તૈયાર; સર્વેમાં ખુલાસો