ટોપ ન્યૂઝનેશનલ

જયપુરમાં ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ પર હુમલો, વોન્ટેડ આરોપી છોડાવવા આવેલા બેની ધરપકડ

જયપુરઃ રાજસ્થાનના જયપુર (Jaipur)માં વોન્ટેડ આરોપી (Wanted accused)ને પોલીસ સ્ટેશન લઈ જઈ રહેલી પોલીસ ટીમ પર ગુનેગારોએ હુમલો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આરોપીઓએ હેડ કોન્સ્ટેબલને ધક્કો માર્યો અને યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો. પોલીસના ખાનગી વાહનમાં તોડફોડ કરીને ફિલ્મી સ્ટાઈલમાં આરોપીને છોડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, જોકે, હેડ કૉન્સ્ટેબલની નીડરતાના કારણે વોન્ટેડ આરોપી ભાગી શક્યો નહીં. પોલીસ પર હુમલો કરનારા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

જયપુરના વિદ્યાધર નગર વિસ્તારમાં બની આ સમગ્ર ઘટના

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ સમગ્ર ઘટના જયપુરના વિદ્યાધર નગર વિસ્તારમાં બની હતી. ગત સાંજે એટલે કે રવિવારે સાંજે લગભગ 4 વાગ્યે શ્યામનગર પોલીસ સ્ટેશનના કિશનબાગથી એક કેસમાં વોન્ટેડ આરોપી ગૌરવ રાયને કસ્ટડીમાં લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મીનાર મસ્જિદની સામે બે આરોપીઓ આવ્યા અને પોલીસ ગાડીની આગળ બાઇક મૂકીને પોલીસને ઘેરી લીધી હતાં. પહેલા પોલીસકર્મી સાથે બબાલ કરી પછી વાહનનો કાચ તોડી નાખ્યો હતો. એટલે જ નહીં પરંતુ કૉન્સ્ટેબલના કપડાં પણ ફાડી નાખ્યાં હતાં.

આરોપીઓએ ગાડીની આગળ બાઇક મૂકીને પોલીસને ઘેરી લીધી

સમગ્ર ઘટનાને લઈને લોકોને એક્ઠા થઈ ગયાં હતાં. ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ અને આરોપીને છોડાવવા માટે પ્રયત્નો ચાલુ રાખ્યાં હતાં. પરંતુ પોલીસ કારની અંદરના ડ્રાઇવરે સમજદારી દેખાડી હતી. આ દરમિયાન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો અને ભીડમાંથી આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જેની સામે અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

વિજય કુમાર રાય અને રાહુલ રાયને ધરપકડ કરવામાં આવી

આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરવા અને અને આરોપીને છોડાવવાનો પ્રયાસ કરવા બદલ વિજય કુમાર રાય અને રાહુલ રાયને ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિજયે હેલ્મેટ અને લાતોથી પોલીસની ગાડીનોનો કાચ, બોનેટ અને ગેટ તોડી નાખ્યો હતો. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, પોલીસે તે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો…ભાજપ દ્વારા સિંદૂર વિતરણના વાયરલ દાવાની PIB ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button