ભૂકંપથી ડર્યા વિના હોસ્પિટલમાં નર્સે નવજાત બાળકોની પડખે રહી, જુઓ વીડિયો

ગુવાહાટી, આસામઃ ભારતના નોર્થ ઈસ્ટમાં અનેક રાજ્યમાં ગઈ કાલે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી નીચે દસ કિલોમીટર ઊંડે નોંધાયું હતું. આ ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે તેની અસર ભુટાન અને બાંગ્લાદેશ સુધી અનુભવાઈ હતી. આ ભૂકંપના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા. આમાં એક વીડિયોએ એવો વાયરલ થયો છે, જેની લોકો પ્રશંસા કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થયો
ભૂકંપના આંચકા આવ્યાં ત્યારે એક હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આસામની હોસ્પિટલ ભૂકંપના કારણે ધ્રુજી રહી હતી, તે દરમિયાન નર્સો નવજાત બાળકોને બચાવતી જોવા મળે છે. આ વીડિયોમાં નર્સોની ઝડપી વિચારસરણી અને તેમની દયાભાવના દેખાઈ રહી છે. ભૂકંપ દરમિયાન બાળકો સુરક્ષિત રહે તે માટે નર્સોએ ખૂબ જ બહાદુરી બતાવી છે. મોટાભાગે ભૂકંપ આવે ત્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગતા હોય છે પરંતુ અહીં આ નર્સો ભાગવાને બદલે બાળકો માટે ઢાલ બનીને ઊભી રહી હતા. જેના કારણે આ વીડિયોની લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યાં છે.
આસામમાં ગઈકાલે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
— MG Vimal – વિમલ પ્રજાપતિ (@mgvimal_12) September 15, 2025
સોશિયલ મીડિયામાં વાયરલ થયો હૃદયસ્પર્શી વીડિયો
નવજાત શિશુઓના જીવ બચાવવા માટે બે નર્સો ઢાલ બની#Assam #earthquake #ViraVideo pic.twitter.com/L8qmZgG2Bg
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 જેટલી નોંધાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પૂર્વ ભારતના આસામ રાજ્યના ઉદલગુડી જિલ્લા સહિત અન્ય પડોશી રાજ્યના વિસ્તારોમાં આજે સાંજના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી, અને તેનું કેન્દ્ર ઉદલગુડિમાં હતું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં થોડો ડર ફેલાયો હતો, પરંતુ હાલમાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના અહેવાલ નથી.
આપણ વાંચો: પીએમ મોદીની બિહાર યાત્રા પૂર્વે પોસ્ટર વોર છેડાયું, આરજેડીએ ઉઠાવ્યા આ સવાલ