
મુંબઈ: એશિયા કપ 2025માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવાની છે. ક્રિકેટ ચાહકો ઉત્સાહિત છે, ત્યારે આ મેચ મુદે રાજકારણ ગરમાયું રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓએ પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ યોજવા મામલે કેન્દ્ર સરકારની ટીકા કરી રહી છે, મેચનો બહિષ્કાર કરવાની અપીલ સાથે કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતાં. વિપક્ષી પાર્ટીઓએ આ મેચને પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને ભારતીય સૈનિકોનું અપમાન ગણાવી રહ્યા છે.
દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાન અને આમ આદમી પાર્ટી(AAP)ના નેતા સૌરભ ભારદ્વાજે પાર્ટીના કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. તેમણે દલ્હીમાં પાકિસ્તાની ખેલાડીઓના પુતળાનું દહન કરીને પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.
પત્રકારો સાથે વાત કરતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, “પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમવી પહલગામ હુમલામાં પોતાના પતિ ગુમાવનાર ભારતીય મહિલાઓનું ઘોર અપમાન છે, પરંતુ તેમ છતાં આપણી કેન્દ્ર સરકારે મેચ રમાવની પરવાનગી આપી છે.”
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હિન્દીમાં એક પોસ્ટ કરીને તેમણે લખ્યું, “પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓ પહેલગામ હુમલામાં વિધવા થયેલી ભારતીય મહિલાઓનીઓ ગંદી અને ઘૃણાસ્પદ રીતે મજાક ઉડાવે છે, અને હવે આપણે તેમની સાથે ક્રિકેટ રમીશું. ભાજપ સરકારને શરમ આવવી જોઈએ.”
મહારાષ્ટ્રમાં પ્રદર્શનો યોજવા હાકલ:
શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ ભારત-પાકીસ્તાન મેચ સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે સમગ્ર મહારાષ્ટ્રમાં ‘સિંદૂર’ વિરોધ પ્રદર્શનો યોજવા જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે મેચનો બહિષ્કારીને આતંકવાદ સામે ભારતના કડક વલણને વિશ્વ સમક્ષ રજૂ કરી છે.
મુંબઈમાં એક એક પ્રેસ કોન્ફરન્સમાંઉદ્ધવ ઠાકરે કહ્યું, “જ્યાં સુધી આતંકવાદ બંધ નહીં થાય ત્યાં સુધી ભારતે કિસ્તાન સાથે કોઈ સંબંધ ન રાખવો જોઈએ. આ ક્રિકેટ મેચ રાષ્ટ્રીય ભાવનાઓનું અપમાન છે.”
કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ (શરદ પવાર જૂથ) અને AIMIMના કેટલાક નેતાઓએ પણ પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમવા મામલે BCCI અને કેન્દ્ર સરકારની ટીકા કરી.
બીજી તરફ ક્રિકેટ ચાહકો દલીલ કરી રહ્યા છે કે રમતગમત અને રાજકારણને અલગ રાખવું જોઈએ. એશિયા કપનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ(ACC) દ્વારા કરવામાં આવ્યું છે. નિયમો મુજબ BCCIને ICC અમે ACC શેડ્યુલને અનુસરવું જરૂરી છે.
આ પણ વાંચો…ઉદ્ધવ પાસે ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ કરવાનો નૈતિક અધિકાર નથી: શિવસેના