અશનીર ગ્રોવરે IT ડિપાર્ટમેન્ટ પર ફરી બળાપો કાઢ્યો, આકરી ઝાટકણી કાઢતી પોસ્ટ થઈ વાયરલ

ભારત પેના કો-ફાઉન્ડર અને શાર્ક ટેન્ક ઈન્ડિયાના પૂર્વ જજ અશનીર ગ્રોવર (Ashneer Grover) તેમના ટ્વિટના કારણે ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે સરકારીની ટેક્સ સિસ્ટમની આકરી ઝાટકણી કાઢતું ટ્વિટ (હવે X) સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું છે.
અશનીર ગ્રોવરને મંગળવારે ઈન્કમ ટેક્સની નોટિસ મળતા તેમણે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈરાદાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમને 8 વાગ્યે નોટિસ આપીને 12.28 વાગ્યા સુધીમાં નોટિસનો જવાબ આપવા માટે કહ્યું હતું. બાદમાં ગ્રોવરે આ નોટિસનો સ્ક્રિનશોટ જ સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. જો કે બાદમાં તેમણે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી.
અશનીર ગ્રોવરે તેમના કેપ્શનમાં લખ્યું છે, ‘ટેક્સ ટેરરિઝમ કે બદલો? તમારી પસંદગી કરો. ગ્રોવરે પોતાની પોસ્ટમાં આ મોટી વાત લખી છે. તેમણે વધુમાં લખ્યું, ‘ મિત્રો – હવે વસ્તુઓને વાસ્તવિક બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો નથી. બસ સીધી ગોળી જ મારી દો!’ ખાસ વાત એ છે કે આ એક્સ પોસ્ટમાં તેણે નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (IncomeTaxIndia) અને નાણા મંત્રાલય (FimMinIndia) ને ટેગ કર્યા છે.

ઉલ્લેખનિય છે કે અશનીર ગ્રોવર અગાઉ પણ ઈન્કમ ટેક્સ (Income Tax)વિભાગને લઈને નારાજગીન વ્યક્ત કરી ચુક્યા છે. તેમણે દેશમાં ટેક્સ ભરવાની સરખામણી સજા સાથે કરી છે. ઉદ્યોગપતિએ અગાઉ કેટલાક વીડિયોમાં કહ્યું હતું કે ભારતમાં વિષમ ટેક્સ સિસ્ટમ છે અને સરકાર આપણી આવકના 30-40 ટકા કોઈ નક્કર લાભ વિના લઈ લે છે.
એટલું જ નહીં, ગ્રોવરે તો એમ પણ કહ્યું હતું કે ભારતમાં કરદાતાઓ ચેરિટી (Taxpayers) કરી રહ્યા છે, તેમને કોઈ લાભ મળતો નથી. દ્રષ્ટાંત આપતા તેમણે કહ્યું કે જ્યારે હું 10 રૂપિયા કમાઉ છું અને સરકાર 4 રૂપિયા પોતાની પાસે રાખશે, તો તમે 12 મહિનામાં પાંચ મહિના તો માત્ર સરકાર માટે જ કામ કરો છો. આપણે બધાએ વસ્તુઓ જેમ છે તેમ સ્વીકારી લીધી છે.