ટેરિફના ટેન્શન વચ્ચે PM Modi અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે, આગામી મહિને ASEAN શિખર પરિષદ યોજાશે

નવી દિલ્હીઃ અમેરિકા અને ભારત વચ્ચે અત્યારે ટેરિફ મામલે તણાવપૂર્ણ માહોલ છે. પરંતુ આ વચ્ચે અમેરકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે ટેરિફ મામલે રાહત આપીને પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યાં છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ‘અમે ભારતને ખોઈ દીધું’નું નિવેદન ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. હવે ફરી પાછું એક નવું નિવેદન આપ્યું છે, જેમાં ડોલાન્ડ ટ્રમ્પે પીએમ મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવ્યાં છે. આ નિવેદન બાદ પીએમ મોદીએ પણ એક્સ પર ટ્વીટ કરીને પોતાના પ્રતિક્રિયા આપી હતી.
હું ટ્રમ્પની લાગણીઓનું ખૂબ સન્માન કરું છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, તેઓ ટ્રમ્પની લાગણીઓનું ખૂબ સન્માન કરે છે. હવે પ્રશ્ને એ થાય છે શું અમેરિકા અને ભારત વચ્ચે બધું સારૂ થઈ જશે? સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પીએમ મોદી અને ડોલાન્ડ ટ્રમ્પ એક મંચ પર જોવા મળી શકે છે! જો કે, આ બાબતે કોઈ સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ મુલાકાત થઈ શકે તેવી સંભાવનાઓ છે.
આસિયાન દેશોની આ સમિત 26-28 ઓક્ટોબરે કુઆલાલંપુરમાં યોજાશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મેલિશયામાં રાજધાની કુઆલાલંપુરમાં ઓક્ટોબર મહિનામાં આસિયાન સમિટ યોજાવાની છે. આ બેઠકમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંને આવી શકે છે. આસિયાન દેશોની બેઠક 26-28 ઓક્ટોબરે કુઆલાલંપુરમાં થવાની છે તેવા મીડિયા અહેવાલ છે. આ બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે તે નક્કી છે પરંતુ પીએમ મોદી જશે કે કેમ તે બાબતે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ભૂતકાળમાં યોજાયેલી આ દરેક બેઠકમાં પીએમ મોદીએ હાજરી આપી હતી.
આસિયાન સમિટ ક્યારે યોજાય છે?
ASEAN અંગે વાત કરવામાં આવે તો, આસિયન એટલે દક્ષિણ પૂર્વ એશિયન રાષ્ટ્રોનું એક સંગઠન. દક્ષિણ પૂર્વ એશિયન રાષ્ટ્રોના આ સંગઠનની વર્ષમાં બે વાર બેઠક યોજાય છે. આ બેઠકમાં દક્ષિણ પૂર્વ એશિયાના દેશો એકબીજા સાથે ચર્ચા અને વિચારણાઓ કરતા હોય છે. આસિયાન સમિટમાં ખાસ કરીને રાજકીય, આર્થિક, સુરક્ષા અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. આ વખતે ક્યાં મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે! અત્યારે વિશ્વના દેશોની સ્થિતિ ચિંતાજનક રહી છે. તેવાામાં ઓક્ટોબરમાં યોજાતી આસિયાન સમિટ પર સૌની નજર રહેવાની છે.