નેશનલ

Arvind Kejriwal in court: AAPને ગોવાની ચૂંટણી માટે ₹45 કરોડ મળ્યા હતા, EDના કેજરીવાલ પર ગંભીર આરોપ

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની ગઈ કાલે ધપકડ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ રિમાન્ડ મેળવવા તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) સ્પેશિયલ કોર્ટમાં રજુ કર્યા છે. હાલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, ED તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ(ASG)એ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ ઉપરાંત, કે કવિતા પર લાગેલા ગંભીર આરોપો અંગે કોર્ટને જાણ કરી હતી.

સુનાવણી દરમિયાન SAG એસવી રાજુએ કહ્યું કે કેજરીવાલ ગુના માટે જવાબદાર હોવા બદલ સજા થવી જોઈએ. આમ આદમી પાર્ટીના આચરણ માટે જવાબદાર વ્યક્તિ તરીકેની તેમની ભૂમિકાને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

આપણ વાંચો: Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી; પરિવાર નજરકેદ હેઠળ!

SAG એસવી રાજુએ કહ્યું કે રિમાન્ડ પેપરમાં લિકર પોલિસીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ અંગે જે કમિટીની રચના કરવામાં આવી હતી તે એક દેખાડો હતી. લાંચ લઈ શકાય તે માટે આવી નીતિ બનાવવામાં આવી હતી. લાંચની રકમ આમ આદમી પાર્ટીને પણ મળી હતી, અરવિંદ કેજરીવાલ પાર્ટીના કન્વીનર છે. મનીષ સિસોદિયાને તેમના ઘરે બોલાવીને ડ્રાફ્ટ પોલિસી આપવામાં આવી હતી, જે બાદમાં લાગુ કરવામાં આવી હતી.

ASG રાજુએ કહ્યું કે મનીષ સિસોદિયાએ પણ આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આમ આદમી પાર્ટીને સાઉથ ગ્રૂપ દ્વારા 45 કરોડ રૂપિયા મળ્યા હતા, જેનો ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યો હતો. મનીષ સિસોદિયાએ વિજય નાયરને કેજરીવાલના ઘરે બોલાવ્યા અને તેમને દારૂની નીતિ સાથે સંબંધિત દસ્તાવેજો આપ્યા. વિજય નાયર કેજરીવાલ અને કે કવિતા માટે સાઉથ ગ્રુપમાં મિડલ મેનની ભૂમિકા ભજવતા હતા.

આપણ વાંચો:‘હું ED સમક્ષ હાજર તો થઈશ પણ…’ અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં કરી અરજી, આજે સુનાવણી

ASG રાજુએ જણાવ્યું કે વિનય નાયર મુખ્યપ્રધાનના આવાસની નજીક રહેતો હતો. તે AAP પાર્ટીના મીડિયા ઈન્ચાર્જ હતો. કવિતાએ AAP પાર્ટીને 300 કરોડ રૂપિયા આપ્યા હતા. કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ દ્વારા દારૂની નીતિ લાગુ કરવામાં આવી હતી. વિજય નાયર કેજરીવાલનો જમણા હાથ છે. તે કેજરીવાલ માટે વસૂલત, નીતિઓ લાગુ કરાવી અને જેઓ સહમત ન થાય તેને ધમકાવવાનું કામ કરતો. વસુલાતમાંથી મળેલા રૂ. 45 કરોડનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં થયો હતો.

ASG એસવી રાજુએ કહ્યું કે સહ-આરોપીનું નિવેદન છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે અરવિંદ કેજરીવાલ અને કે. કવિતા એકબીજાના સંપર્કમાં હતા. કવિતાએ દારૂના ધંધાર્થીને પૂછ્યું કે દિલ્હીમાં પોલિસી બની રહી છે, શું 50 કરોડ રૂપિયાની વ્યવસ્થા થઈ શકે?

એસવી રાજુએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સને જાણી જોઈને અવગણ્યા હતા. EDએ કેજરીવાલને નવ વખત પૂછપરછ માટે બોલાવ્યા, પરંતુ તેઓ હજાર થયા ન હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ