અરવિંદ કેજરીવાલ ઈરાદાપૂર્વક કેરી અને મીઠાઈ ખાય છેઃ ઈડીના અધિકારીનું વિચિત્ર નિવેદન
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal )પોતાના વધતા સુગર લેવલ માટે ડોક્ટરની સલાહ લેવાની પરવાનગી માગતી અરજી કોર્ટમાં કરી હતી. આ સુનાવણી દિલ્હી કોર્ટમાં થી રહી હતી ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીએ કેજરીવાલ પર એવો આક્ષેપ કર્યો હતો કે દિલ્હી મુખ્ય પ્રધાન ઈરાદાપૂર્વક કેરી અને મીઠાઈ સહિતની વસ્તુઓ ખાઈ રહ્યા છે જેથી તેમનું શૂગ લેવલ વધે.
ઈડીના સ્પેશિયલ કાઉન્સિલે જણાવ્યું હતું કે આમ કરવા પાછળ કેજરીવાલનું લક્ષ્ય એ છે કે તેમનું શૂગર લેવલ વધઘટ થાય અને તેથી તેઓ જામીન મેળવવા માટે પોતાનો કેસ મજબૂત કરી શકે.
કેજરીવાલના વકીલે આ વાતનો વિરોધ કર્યો હતો અને ઈડી આવા આક્ષેપોથી મીડિયા માટે મટિરિયલ તૈયાર કરી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
કોર્ટે કેજરીવાલની ડાયેટનો રિપોર્ટ જેલ પ્રશાસન પાસેથી મંગાવ્યો છે અને આ કેસની સુનાવણી કાલે કરવાની વાત કરી છે.
શરાબ નીતીના કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે અને હાલમાં તેઓ તિહાર જેલમાં છે. ટ્રાયલ કોર્ટે એપ્રિલ 23, 2024 સુધી તેમની કસ્ટડી લંબાવી છે.