નેશનલ

દિલ્હીમાં ISISના ત્રણ આતંકવાદીઓની ધરપકડ, ઉત્તર ભારતમાં મોટા હુમલાની હતી તૈયારી…

નવી દિલ્હીઃ ISISના સંદિગ્ધ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની રાજધાની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. NIAની યાદીમાં તે મોસ્ટ વોન્ટેડ હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ સફળતા મેળવી છે. NIAએ ધરપકડ કરાયેલા આતંકવાદી પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.

વ્યવસાયે એન્જિનિયર શાહનવાઝ પુણે ISIS કેસમાં વોન્ટેડ હતો. તે માત્ર દિલ્હીનો રહેવાસી છે. પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગીને તે દિલ્હીમાં છુપાઈ ગયો હતો. શાહનવાઝ પર ISIS મોડ્યુલ સાથે સંબંધ હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર શાહનવાઝની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હીના રહેવાસી શાહનવાઝ વ્યવસાયે એન્જિનિયર છે. શાહનવાઝની પત્ની પહેલા હિન્દુ હતી. ધર્મ પરિવર્તન કર્યા બાદ તેણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો અને બાદમાં તેને કટ્ટરપંથી બનાવવામાં આવી હતી. તે શાહનવાઝને પણ સપોર્ટ કરતી હતી. પોલીસ તેને શોધી રહી છે.તેની બહેન પણ ફરાર છે. શાહનવાઝ ઉત્તર ભારતમાં અનેક સ્થળોએ કેમ્પ બનાવીને આતંકવાદી તાલીમ કેમ્પો ખોલવા માંગતો હતો. તેની પત્ની પણ હાલમાં ફરાર છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ઈનપુટ મળ્યા બાદ આ આતંકવાદી દક્ષિણ પૂર્વ દિલ્હીમાંથી ઝડપાયો હતો. શાહનવાઝની પૂછપરછ બાદ વધુ 3-4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે શાહનવાઝ દિલ્હીમાં મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો. તેની સાથે મોહમ્મદ અરશદ વારસી અને રિઝવાન નામના શકમંદોની પણ ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે તેમની પાસેથી બોમ્બ બનાવવાની નળીઓ, રસાયણો અને પ્લાસ્ટિક પણ મળી આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી પિસ્તોલ અને કારતૂસ પણ મળી આવ્યા હતા. એટલું જ નહીં તેમની પાસેથી બોમ્બ બનાવવાનું સાહિત્ય પણ મળી આવ્યું છે. આમાં કેમિકલ કેવી રીતે મેળવવું? બોમ્બ કેવી રીતે બનાવવો? વગેરે જેવી બાબતો તે સાહિત્યમાં હતી.

મોહમ્મદ રિઝવાન અશરફ પણ મૌલાના છે. આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે તેણે બાકીના બે લોકોને બાઇક પણ આપી હતી. શાહનવાઝની જેતપુરથી, અરશદની મુરાદાબાદથી અને રિઝવાન અશરફની લખનૌથી ધરપકડ કરવામાં આવી છે. આજે તમામને કોર્ટમાં રજુ કરી સાત દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

આરોપીઓએ પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં રેકી કરી અને ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા હતા. તે બધા પશ્ચિમ ઘાટમાં ફર્યા, કેટલાંક અઠવાડિયાં સુધી જંગલોમાં રહ્યા જ્યાં તેમણે બોમ્બ બ્લાસ્ટના ટ્રાયલ પણ કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button