સેનાના જવાન સાથે દુર્વ્યવહારથી NHAIની કડક કાર્યવાહી, ટોલ ટેક્સ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ, 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો | મુંબઈ સમાચાર
નેશનલ

સેનાના જવાન સાથે દુર્વ્યવહારથી NHAIની કડક કાર્યવાહી, ટોલ ટેક્સ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ, 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

નવી દિલ્હી: મેરઠ-કરનાલ રાજમાર્ગ (NH-709A) પર 17 ઓગસ્ટના રોજ એ સેનાના જવાન સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકર(NHAI)એ ભુની ટોલ પ્લાઝા પર કડક કાર્યવાહી કરી છે. આ ઘટનાએ ટોલ પ્લાઝાની સલામતી અને વ્યવસ્થાપન પર સવાલો ઉભા કર્યા છે. NHAIએ ટોલ વસૂલી એજન્સીનું કોન્ટ્રાક્ટ રદ કર્યો છે અને આ ઘટના સામે કડક પગલા લેવાની ચેતવણી આપી છે, જેનાથી સમગ્ર દેશમાં ચર્ચા જાગી છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે ભુની ટોલ પ્લાઝા પર સેનાના જવાન કપિલ સાથે દુર્વ્યવહાર અને મારપીટની ઘટના બાદ NHAIએ ટોલ એજન્સી મેસર્સ ધર્મ સિંહનું કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કર્યો છે. આ ઉપરાંત, એજન્સી પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેની 5 લાખ રૂપિયાની પરફોર્મન્સ સિક્યોરિટી જપ્ત કરાઈ છે. એજન્સીને ટોલ પ્લાઝાના નુકસાન થયેલા ઉપકરણો અને માળખાની મરમ્મત માટે 3.66 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. NHAIએ એજન્સીને ‘કારણ બતાવો નોટિસ’ જારી કરી હતી, પરંતુ તેનો જવાબ અસંતોષકારક હોવાનું જણાવાયું છે.

આપણ વાંચો: સેનાના જવાન સાથે મારપીટ કરી ભારે પડી! NHAIએ મેરઠ ટોલ પ્લાઝા સામે કરી મોટી કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મેરઠ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. SSP ડૉ. વિપિન તાડાએ જણાવ્યું કે આ ઘટનામાં સામેલ છ આરોપીઓ—સચિન, વિજય, અનુજ, અંકિત, સુરેશ રાણા અને અંકિત શર્માની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. પોલીસે ટોલ પ્લાઝાના CCTV ફૂટેજ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પીડિત જવાન કપિલ શ્રીનગરમાં ફરજ બજાવે છે અને ઓપરેશન સિંદૂરમાં સામેલ હતો. તે રજા પૂર્ણ કરી દિલ્હી એરપોર્ટથી ફ્લાઈટ પકડવા જઈ રહ્યો હતો.

આવી ઘટનાઓની પુનરાવૃત્તિ રોકવા માટે NHAIએ તમામ ટોલ એજન્સીઓને કડક નિર્દેશ આપ્યા છે. તેમણે ટોલ કર્મચારીઓને રાજમાર્ગના યુઝર્સ અને જનપ્રતિનિધિઓ સાથે યોગ્ય વ્યવહાર કરવા માટે તાલીમ આપવાનું આદેશ આપ્યું છે. NHAIએ ‘ટોલ પ્લાઝા પર ગ્રાહક સંપર્ક અને સંચાર કૌશલ્ય’ વિષય પર એક તાલીમ કાર્યક્રમ પણ યોજ્યો હતો. NHAIએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય રાજમાર્ગો પર મુસાફરોને સરળ અને સુરક્ષિત અનુભવ આપવો તેની પ્રાથમિકતા છે, અને ટોલ કર્મચારીઓનો અભદ્ર વ્યવહાર કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button