Top Newsનેશનલ

ઓપરેશન સિંદૂર મામલે આર્મી ચીફે મધ્યપ્રદેશમાં આપ્યું મોટું નિવેદન, પીએમ મોદીએ…

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર વખતે પીએમ મોદીએ ભારતીય આર્મીને ખુલી છૂટ આપી હતી તેવું આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નિવેદન આપ્યું છે. ઓપરેશન સિંદૂર મુદ્દે આર્મી ચીફે મહત્વનું નિવેદન આપ્યું છે. ઓપરેશન સિંદૂર મામલે અનેક વખત વિપક્ષના નેતાઓએ સરકાર પર અનેક સવાલો કર્યાં હતાં. પરંતુ આ તમામ આક્ષેપો પર આર્મી ચીફે મોટી વિગતો જણાવી છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું છે કે પીએમ મોદીએ તેમને ઓપરેશન સિંદૂર દરમિયાન છૂટ આપી હતી.

ઓપરેશન સિંદૂર મામલે શું બોલ્યો આર્મી ચીફ

વધુમાં કહ્યું કે, પીએમ મોદીએ છૂટ આપી તેના કારણે ભારતીય સેનાએ પાકિસ્તાની સરહદમાં 100 કિલોમીટર અંદર કાર્યવાહી કરી હતી. મધ્યપ્રદેશના રેવામાં એક કાર્યક્રમ દરમિયાન આર્મી ચીફે આ સંબોધન આપ્યું હતું. આર્મી ચીફે કહ્યું કે, દુશ્મન (પાકિસ્તાન) પર વિજય મેળવવા ઉપરાંત, ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય સાર્વભૌમત્વ, અખંડિતતા અને શાંતિ પુનઃસ્થાપિત કરવાનો હતો. પીએમ મોદીએ જ કહ્યું હતું કે તેનું નામ ઓપરેશન સિંદૂર રાખવામાં આવશે. જ્યારે પણ કોઈ દીકરી, માતા કે બહેન પોતાના કપાળ પર સિંદૂર લગાવે છે, ત્યારે રાષ્ટ્રની રક્ષા માટે સરહદની રક્ષા કરતા સૈનિકો માટે પ્રાર્થના કરવામાં આવે છે.

આત્મવિશ્વાસ અને શાંતિ ખૂબ જ જરૂરી છે: આર્મી ચીફ

મધ્યપ્રદેશના રેવામાં ટીઆરએસ કોલેજના કાર્યક્રમમાં આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, આત્મવિશ્વાસ અને શાંતિ ખૂબ જ જરૂરી છે. બીજા પર અને પોતાના પર વિશ્વાસ હોવો પણ જરૂરી છે. ઓપરેશન સિંદૂર વખથે ત્રણેય સેનાના પ્રમુખોએ સાથે મળીને કામ કરવાનું હતું. ત્રણેય સેનાના પ્રમુખો શાંત રહ્યાં હતાં. અમારી શાંતિએ દેશના લોકોને તે વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ સુરક્ષિત હાથોમાં છે’. ભારતીય આર્મી પર ખરેખર દેશના લોકોને ગર્વ છે. કારણ કે દરેક સ્થિતિમાં ભારતીય આર્મીએ ભારતની રક્ષા કરી છે.

ઇતિહાસમાં પહેલાં ક્યારેય કોઈ વડા પ્રધાને સશસ્ત્ર દળોને છૂટ આપી નથી

ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા આર્મી ચીફે કહ્યું કે, આવા યુદ્ધોમાં જોખમો ખૂબ જ વધારે હોય છે. જોખમ ઓછું કરવા માટે અમે દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યા અને 100 કિલોમીટર સરહદ પણ પાર કરી હતી. તેમણે (પીએમ મોદી) અમને છૂટ આપી હતી. આર્મી ચીફે કહ્યું કે, ઇતિહાસમાં પહેલાં ક્યારેય કોઈ વડા પ્રધાને સશસ્ત્ર દળોને છૂટ આપી નથી. આપરેશન સિંદૂર વખતે ભારતે પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને શોધી શોધીને ઠાર કર્યાં હતાં.

આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ Z જનરેશન વિશે શું કહ્યું?

Z જનરેશન વિશે વાત કરતા આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે હવે Z જનરેશન આવી ગઈ છે. અત્યારે Z જનરેશન વિશે વાત કરવી ફેશન બની ગઈ છે. કારણ કે જનરેશન Z વ્યાપક છે. વધુમાં ભારતમાં જનરેશન Z ની વસ્તી વિશ્વમાં સૌથી વધુ છે, જેણે ભારતીય સેનાને પણ પાછળ છોડી દીધી છે. કારણ કે આપણે બીજા ક્રમે છીએ, જનરેશન Z પ્રથમ ક્રમે આવે છે. આ કાર્યક્રમ દરમિયાન આર્મી ચીફે યુવાનોને ખાસ અપીલ કરી હતી. કારણે કે, દેશ ભાવિ આ દેશના યુવાનો છે. ભવિષ્યમાં પણ દેશને આગળ લઈ જવા માટે આ જનરેશન ખૂબ જ મોટો ફાળો આપવાની છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button