
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં બે દિવસીય આતંકવાદ વિરોધી પરિષદ-2025 (Anti-Terrorism Conference 2025)નું ઉદ્ઘાટન કર્યું છે. આ પરિષદમાં અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો ટોલરેન્સ (zero tolerance)ના વિઝન અંગે વાત કરતા કહ્યું કે, આતંકવાદ અને સંગઠિત અપરાધ સામે નિર્ણાયક યુદ્ધ માટે હાકલ કરી છે. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાને અમિત શાહે દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ અંગે પણ એક અગત્યનું નિવેદન આપ્યું છે.
રાજધાનીમાં આતંકવાદ વિરોધી પરિષદ-2025નું ઉદ્ઘાટન
કેન્દ્રીય પ્રધાન અમિત શાહે આતંકવાદ વિરોધી પરિષદમાં કહ્યું કે, લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં 40 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પહેલગામ અને દિલ્હી વિસ્ફોટના કિસ્સાઓ સામાન્ય ‘પોલીસિંગ’ના નથી, પરંતુ સંપૂર્ણ તપાસના અસાધારણ ઉદાહરણો હોવાનું અમિત શાહે જણાવ્યું હતું. સંગઠિત અપરાધ મામલે કહ્યું કે, અમે અત્યારે દરેક રીતે કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. ભારતભરમાં આ કાર્યવાહીની શરૂઆત કરી દેવામાં આવી છે. અમિત શાહના જણાવ્યા પ્રમાણે બધા રાજ્યના ડીજીપીએ શક્ય તેટલી વહેલી તકે દેશભરમાં પોલીસ માટે એક સમાન એટીએસ માળખું લાગુ કરવામાં આવી શકે છે.
દિલ્હી કાર બ્લાસ્ટ મામલે અમિત શાહે આપી વિગતો
નવી દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાય વિસ્ફોટ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. દિલ્હી બ્લાસ્ટમાં 40 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ થયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ આ બ્લાસ્ટ પહેલા ત્રણ ટન જેટલો વિસ્ફોટકનો જથ્થો જપ્ત પણ કરવામાં આવ્યો હતો. દિલ્હી વિસ્ફોટો થાય તે પહેલાં જ આ ષડયંત્રમાં સામેલ આખી ટીમની ધરપકડ કરવામાં આવી હતી. આપણે આવનારી પેઢીઓ માટે એક અભેદ્ય અને મજબૂત આતંકવાદ વિરોધી પ્રણાલી બનાવવી જોઈએ, જે કોઈપણ ખતરાનો દૃઢતાપૂર્વક સામનો કરવા સક્ષમ હોઈ શકે.
પહલગામ આતંકી હુમલાના ત્રણેય આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યાં
આ પરિષદ દરમિયાન અમિત શાહે પહલગામમાં થયેલા હુમલા અંગે પણ વાત કરી હતી. કહ્યું કે, કે બૈસરન ખીણમાં થયેલો હુમલો ખૂબ જ આઘાતજનક હતો. તે હુમલા દ્વારા આતંકવાદીઓ ભારતમાં સાંપ્રદાયિક વ્યવસ્થાને નષ્ટ કરવા માંગતા હતાં. એટલું જ નહીં પરંતુ તે હુમલો કાશ્મીરમાં થઈ રહેલા વિકાસને પણ અવરોધવાનું કવતરૂ હતું. અત્યંત સચોટ ગુપ્ત માહિતીના આધારે, અમારા દળોએ ત્રણેય આતંકવાદીઓને મારી નાખ્યા અને પાકિસ્તાનને એક મજબૂત સંદેશ આપ્યો હોવાનો અમિત શાહે ખુલાસો કર્યો છે. આ પહેલી આતંકવાદી ઘટના છે જેમાં અમે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી હુમલાના આયોજનકારોને સજા આપી હતી. એટલું જ નહીં પરંતુ આતંકીઓને હથિયાર આપનારા લોકોને ઓપરેશન મહાદેવ દ્વારા શોધી શોધીને ઠાર કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટ કેસ: NIA દ્વારા વધુ એક આતંકી યાસિર ડારની કરી ધરપકડ



