ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કૉંગ્રેસની વધુ એક યાદી બહાર પડીઃ અત્યાર સુધીમાં 240 ઉમેદવારની જાહેરાત

નવી દિલ્હીઃ ધીમે ધીમે ઊભી થતી કૉંગ્રેસ લોકસભાની તૈયારીમાં લાગી ગઈ છે. કૉંગ્રેસે અત્યાર સુધીમાં 240 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. આજે ફરી કૉંગ્રેસે ઉમેદવારોની યાદી બહાર પાડી છે જેમાં મુખ્યત્વે ઓડિશા, આંધ્ર પ્રદેશના નેતાઓનો સમાવેશ થાય છે.

આ મુજબ વાયએસ શર્મિલા રેડ્ડી આંધ્ર પ્રદેશના કડપાથી ચૂંટણી લડશે જ્યારે એમએમ પલ્લમ રાજુ કાકીનાડાથી ચૂંટણી લડશે. યાદીમાં મોહમ્મદ જાવેદને કિશનગંજથી અને તારિક અનવરને કટિહારથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અગાઉ, પાર્ટીએ મહારાષ્ટ્રના અકોલા અને તેલંગાણામાં વારંગલ લોકસભા સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2024: મહાયુતિની બેઠકોની વહેંચણીનું કભી હાં કભી ના..

આ પહેલા સોમવારે એટલે કે 1લી એપ્રિલે કોંગ્રેસે ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. યાદી અનુસાર અભય કાશીનાથ પાટીલ મહારાષ્ટ્રના અકોલાથી અને કડિયમ કાવ્યા તેલંગાણાના વારંગલથી ચૂંટણી લડશે.

26 માર્ચે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની સાતમી યાદી બહાર પાડી હતી. જેમાં છત્તીસગઢની ચાર લોકસભા સીટ અને તમિલનાડુની એક લોકસભા સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. 25 માર્ચે કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી હતી. જેમાં રાજસ્થાન માટે ચાર અને તમિલનાડુ માટે એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : કચ્છ-મોરબી લોકસભા સીટ પર ભાજપના વિનોદ ચાવડા હેટ્રીક કરશે, કોંગ્રેસના નીતેશ લાલણ કેવી આપશે ટક્કર?

ઉમેદવારોની પાંચમી યાદી એક દિવસ અગાઉ જાહેર કરવામાં આવી હતી. યાદીમાં રાજસ્થાનની બે લોકસભા અને મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસની ચોથી યાદી 23 માર્ચે બહાર પડી હતી. જેમાં 45 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસે રાજસ્થાનની નાગૌર બેઠક રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) માટે છોડી દીધી છે. અગાઉ 21 માર્ચે કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી, જેમાં 57 નામ સામેલ હતા. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. 29 માર્ચે કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની નવમી યાદી બહાર પાડી હતી. યાદી અનુસાર સીપી જોશી રાજસ્થાનના ભીલવાડાથી, દામોદર ગુર્જર રાજસ્થાનના રાજસમંદથી ચૂંટણી લડશે. 27 માર્ચે કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની આઠમી યાદી બહાર પાડી હતી. જેમાં ચાર રાજ્યોની 14 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ઉત્તર પ્રદેશ અને તેલંગાણાની ચાર લોકસભા બેઠકો, મધ્ય પ્રદેશ અને ઝારખંડની ત્રણ-ત્રણ લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે.

કૉંગ્રેસે અમુક રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી કરી છે. જોકે હજુ અમુક રાજ્યોમાં ચિત્ર સ્પષ્ટ નથી. આથી થોડા સમય બાદ ખબર પડશે કે રાષ્ટ્રીય પક્ષના ભાગે કેટલી બેઠક આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button