Budget 2025: અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે SWAMIH Fund2ની જાહેરાત, લાખો લોકોને રાહત
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સંસદમાં વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં ભારત સરકારે ફરી એકવાર મધ્યમ વર્ગ અને મકાન ખરીદનારાઓ માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે. બજેટમાં નાણામંત્રીએ એક લાખ યુનિટ આવાસ પૂર્ણ કરવા માટે 15 હજાર કરોડ રૂપિયાના નવા “SWAMIH ફંડ-2″ની રચના કરવાની જાહેરાત કરી છે.
SWAMIH ફંડ-2ની જાહેરાત
2025-26ના બજેટમાં નાણામંત્રીએ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં મોટી જાહેરાત કરી છે. બજેટમાં નાણામંત્રીએ એક લાખ યુનિટ આવાસ પૂર્ણ કરવા માટે 15 હજાર કરોડ રૂપિયાના નવા “SWAMIH ફંડ-2” (Special Window for Affordable and Mid-Income Housing) ની રચના કરવાની જાહેરાત કરી છે.
આપણ વાંચો: કેન્દ્રીય બજેટમાંથી મુંબઈ અને મહારાષ્ટ્રને શું મળ્યું?
આ યોજનાનો ઉદ્દેશ્ય એવા ઘર ખરીદદારોને રાહત આપવાનો છે જેમના ઘરનો કબજો અટકી ગયો છે. કેન્દ્રએ નવેમ્બર 2019 માં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે SWAMIH નામના ભંડોળની જાહેરાત કરી હતી.
ફંડની 2019 માં થઈ હતી શરૂઆત
SWAMIH (સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ-ઇનકમ હાઉસિંગ) ફંડ નવેમ્બર 2019 માં શરૂ કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવાનો અને ઘર ખરીદનારાઓને તેમના ઘરની ચાવીઓ સોંપવાનો હતો.
આ ફંડનું સંચાલન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રુપની કંપની SBICAP Ventures Ltd દ્વારા કરવામાં આવી રહ્યું છે. SWAMIH ફંડ-1 ની સફળતા બાદ તેનો બીજો તબક્કો હવે શરૂ થઈ રહ્યો છે.
50,000 રહેણાંક એકમોનું કામ પૂર્ણ
નાણામંત્રીએ વિગતો આપતા કહ્યું હતું કે SWAMIH ફંડ-1 હેઠળ અત્યાર સુધીમાં 50,000 રહેણાંક એકમોનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ઘર ખરીદનારાઓને તેમના ઘરોની ચાવીઓ સોંપી દેવામાં આવી છે. તે ઉપરાંત 2025 સુધીમાં 40,000 વધુ યુનિટ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું હતું કે એક તરફ પોતાના ઘર માટે EMI ભરતા અને બીજી તરફ ભાડાના ઘરમાં રહેવા માટે મજબૂર મધ્યમ વર્ગના પરિવારો માટે આ ફંડ વરદાન સાબિત થઈ રહ્યું છે