આંધ્ર પ્રદેશમાં લક્ષ્મી ગણપતિ ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 6 લોકોના મોત

કોનસીમાઃ આંધ્ર પ્રદેશના આંબેડકર કોનસીમા જિલ્લાના રાયવરમ મંડલના કોમરીપાલેમ ગામમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે. કોમરીપાલેમ ગામમાં આવેલી લક્ષ્મી ગણપતિ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હોવાથી 6 લોકોનું મોત થયું છે, જ્યારે આઠથી પણ વધારે લોકો ઘાયલ થયાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલ માટે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.
મૃતકોના પરિવારજનોને સહાય આપવા સરકારને રજૂઆત
ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હોવાથી અનાપરથીના ધારાસભ્ય નલ્લામિલ્લી રામકૃષ્ણ રેડ્ડીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. નલ્લામિલ્લી રામકૃષ્ણ રેડ્ડીએ કહ્યું કે, આ ધંધો છેલ્લા 75 વર્ષોથી સરકારના નિર્દોશો પ્રમાણે જ ચાલી રહ્યો છે. ધારાસભ્યએ આશ્વાસન આપ્યું છે કે, મૃતકોના પરિવારજનોને સહાય આપવા માટે આવે તે માટે સરકારને રજૂઆત કરી છે. જો કે, હજી સુધી સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું
મળતી વિગતો પ્રમાણે આ દુર્ઘટનામાં 6 લોકોનું મોત થયું છે, જ્યારે આઠથી વધારે લોકો ઘાયલ પણ થયાં છે. આ ઘટનાએ દુઃખ વ્યક્ત કરતા એક્સ પર પોસ્ટ કરી છે. એક્સ પોસ્ટમાં લખ્યું કે, ‘આંધ્રપ્રદેશના કોનસીમા જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું’.
આપણ વાંચો : લિવ ઇન રિલેશનશિપ મુદ્દે આનંદીબેન પટેલે આપ્યું મોટું નિવેદન, જાણો વિગત